સાબરકાંઠામાં કુપોષણનો વ્યાપઘટાડવા અંગે તાલીમ યોજાઇ
*સાબરકાંઠામાં કુપોષણનો વ્યાપ ઘટાડવા અંગે તાલીમ યોજાઇ*
**************
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની અધ્યક્ષતામાં કુપોષણનો વ્યાપ ઘટાડવા અંગે હિંમતનગર ખાતે પ્રશિક્ષકોની તાલીમ યોજાઇ હતી.
જીલ્લા આરોગ્ય સોસાયટી અને આઈ.સી.ડી.એસ શાખા સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના કલંકને નાબુદ કરવા પ્રોજેક્ટ વ્રુદ્ધિના સહયોગથી માતૃ, શિશુ અને બાળકોના પોષણ વિષય સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર અંગે આ તાલીમ યોજાઇ હતી.
જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહે જણાવ્યુ હતુ કે સાબરકાંઠા જિલ્લામાં સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે આંગણવાડી મારફતે ઘરે ઘરે પોષણયુક્ત કીટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમનું સમયસર નિદાન થાય તે માટે આશા વર્કરો દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
તાલીમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા,પ્રોગ્રામ ઓફિસરશ્રી મીનળબેન.મહેતા,પ્રોજેક્ટ વુધ્ધિ પ્રોગ્રામ ડાયરેક્ટરશ્રી મજુમદાર, ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ મેનેજરશ્રી કુલદિપસિંહ, મેડીકલ ઓફિસરશ્રીઓ, મુખ્ય સેવિકાશ્રીઓ અને પ્રોજ્કેટ વુધ્ધિના બ્લોક –કોર્ડીનેટર્સ હાજર રહ્યા હતા.
**************
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.