બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ - At This Time

બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ


*બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ*
****
સાબરકાંઠા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ ઝુંબેશ અંતર્ગત” સરકારશ્રીનું (https://ikhedut.gujarat.gov.in)પોર્ટલ તા.૧૬/૦૭/૨૦૨૪ થી ૧૫/૦૮/૨૦૨૪સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.તો વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેક, નારીયેરી વાવેતર, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ) વાવેતર, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા-જામફળ-દાડમ-લીંબુ માટે, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફળપાકો જેવા કે દ્રાક્ષ-કિવી-પેશનફ્રુટ વિગેરે, પપૈયા, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ), સરગવાની ખેતીજેવા ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડુત મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડુત મિત્રોએ અરજીની પ્રિન્ટ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭, ૧૨, ૮-અના ઉતારા, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે અરજી કર્યાના દિન-૭ માં બીનચુક પહોચાડવાની રહેશે.એમ નાયબ બાગાયત નિયામક સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
*****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.