ગઢડા ગોપીનાથજી દેવ મંદિર તરફથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું - At This Time

ગઢડા ગોપીનાથજી દેવ મંદિર તરફથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડાનું વિતરણ કરાયું


ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી દેવ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી સદવિધાની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસ ની પ્રેરણાથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે આજે કૂલ સ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ચોપડા નો લાભ લીધો હતો સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું તીર્થધામ એટલે ગઢડા સ્વામીના ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે 29 વર્ષ સુધી ગઢડામાં રહીને ગઢડા ને કર્મભૂમિ બનાવી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની ભગવાનને ગઢડામાં રચના કરેલ મંદિરની સ્થાપના કરેલ ત્યાંથી સમગ્ર વિશ્વમાં ગઢડા ધાર્મિક ક્ષેત્રે પ્રચલિત છે ગઢડામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર આવેલું છે ગોપીનાથજી મંદિર દ્વારા હંમેશા લોક ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ઉનાળા દરમિયાન ગોપીનાથજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ કરી લોકોને ઉપયોગી થવાના પ્રયાસો કરવામાં આવે છે આજે ગોપીનાથજી મંદિર દ્વારા ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપના ચોપડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ચોપડા નો લાભ લીધો હતો તેમ ગોપીનાથજી મંદિર ના ચેરમેન શાસ્ત્રી હરિજીવનદાસ સવામીએ માહિતી આપી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.