વરસાદી પાણીના પગલે ઇડર નું ઝુમસર ગામ ભારે વિપત્તિ માં મુકાયું - At This Time

વરસાદી પાણીના પગલે ઇડર નું ઝુમસર ગામ ભારે વિપત્તિ માં મુકાયું


*સાબરકાંઠા*

વરસાદી પાણીના પગલે ઇડર નું ઝુમસર ગામ ભારે વિપત્તિ માં મુકાયું હોય એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે જીલ્લા નું સૌથી મોટું તળાવ પરેશાની નું કારણ બન્યું છે જ્યા જગત નો તાત પાયમાલીના પંથે જતો હોય એવા આગામી એંધાણ સેવાઇ રહયા છે જયાં વધુ વાત કરીએ તો અહીંયા ઝૂમસર ગામના તળાવ ના પગલે 300 થી વધારે ખેડૂતો પાયમાલ બન્યા છે
ઝૂમસર ગામે ખેડૂતો ના ખેતરમાં
120 એકર થી વધુ ની જમીન માં પાણી ફરી વળતા સંપૂર્ણ પાક ફેલ થઈ જતા મોંઘા બિયારણો અને દવાઓ ના દેવામાં ડૂબી ગયા છે જયાં પશુપાલકો પણ ખૂબ પીડાઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો પણ મેળવો અતિ મુશ્કેલ બન્યો છે
પશુઓને ભૂખે મરવાનો વારો આવ્યોછે જ્યા પશુપાલકો માટે ઘાસચારાનો પણ અભાવ દેખાઈ રહ્યોંછે
ગામના આગેવાનો દ્વારા વારંવાર તંત્ર સહિત સરકારની જાણ કરાઈ હોવા છતાં પરિણામ શૂન્ય હોય એવું દેખાઇ રહ્યું છે
ગામ લોકોના મતવ્યો મુજબ લોકો કહેતા હતા કે અમોએ અગાઉ મંત્રીશ્રી સચિવ,કલેકટર,ડીડીઓ,પાણી પુરવઠા ને ચાર માસ અગાઉ કરાઈ હતી જાણ કરવામાં આવી હતી અહીંયા ખેતરો મા પાણી જ પાણી જ દેખાઈ રહ્યા છે એ વરસાદી પાણી ના પગલે પાક સુકાઇ ને ખાક થઈ ગયો છે લોકો કહેછે કે તંત્ર માત્ર વાતો ના વડા કરી અમારી સાથે મજાક કરતું હોય એવું લાગી રહ્યું છે
ગામ લોકો હાલ ખૂબ દયનિય બન્યા છે ત્યારે
તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા પાણીમા સાધના કરતા નજરે પડેછે
તંત્ર એ નથી સાંભળી લાચારી તો ભગવાન ની કરી સ્તુતિ જગત ના તાત અને મુંગા પશુઓ માટે સરકાર દ્વારા કોઈ પગલાં લેવા જોઈએ એવી પરિસ્થિતિ જોવાઇ રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.