ગુજરાત સરકાર ના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મહીસાગર ની મુલાકાતે..*
*
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ઝરમર નદીમાં આજે ઓથવાડ મુકામે પાણી ના વધામણા મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા
*નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ૩૯.૪૬ કરોડના ચાર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કુંવરજી બાવળિયા માન.મંત્રીશ્રી જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ગુજરાત સરકાર હસ્તે કરવામાં આવ્યું.*
બાલાસિનોર તાલુકાના ઓથવાડ ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર થી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને પાઇપલાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી પરના ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિંચાઇનો લાભ આપવાનુ કામનું લોકાર્પણ કાર્યક્રમ માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખુલ્લો મુકાયો . લોકાર્પણ પહેલાં મંત્રી દ્વારા પાણી ના વધામણા કર્યા.જેમાં ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય amul ડેરી ડિરેક્ટર રાજેશ ભાઈ પાઠક તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનોદસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટીનાબક્ષીપંચ મોરચા ના પ્રમુખ કાળુસિંહ. પૂર્વ પ્રમુખ અજમેલસિંહ. ઉદેસિંહ ચૌહાણ મહીસાગર મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ના પ્રતિનિધિ પુરુષોત્તમભાઈ ઠાકોર તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોદ્દેદારો કાર્યકરો અને ખેડૂતો અને આ સિંચાઈ વિભાગ અને ઇરીગેશન વિભાગ ના અધિકારીઓ ,અધિક્ષક મુખ્ય ઈજનેર શ્રી ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.