ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્રારા E-FIR
**ગીર સોમનાથ જીલ્લા પોલીસ**
તા.૦૪/૦૮/૨૦૨૨
*::ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્રારા E-FIR, સાયબર ક્રાઇમ જાગૃતિ તથા SHE ટીમની કામગીરી અંગે વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિધ્યાલય વેરાવળ ખાતે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને સેમીનાર યોજાયો::*
💫આજરોજ ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ *શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ નાઓના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્રારા E-FIR, સાયબર ક્રાઇમ જાગૃતિ તથા SHE ટીમની કામગીરી અંગે સેમીનાર યોજવામાં આવેલ હતો*
💫આ સેમીનારમાં *ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ તથા વેરાવળ ડીવીજનના એ.એસ.પી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ તથા શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિધ્યાલયના કુલપતિશ્રી* તથા વેરાવળ ખાતે આવેલ વિવિધ કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ તથા કોલેજના બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ તેમજ વેરાવળ સીટી PI શ્રી એસ.એમ.ઇશરાણી, પ્રભાસ પાટણ PI શ્રી ગોહીલ સાહેબ તથા મહીલા પોલીસ સ્ટેશનના PI શ્રી વરચંદ સાહેબ તથા વાયરલેશ PSI વાઢેર સાહેબ તથા વેરાવળ સીટી PSI શ્રી સુવા સાહેબ હાજર રહેલ હતા
💫સેમીનારની શરૂઆત સંસ્કૃત વિશ્વવિધ્યાલયના વિધ્યાર્થીઓ દ્રારા *સંસ્કૃતમાં શ્લોકનુ પઠન કરી પધારેલ મહાનુભાવો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ* અને વેરાવળ ડીવીજનના એ.એસ.પી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ તથા શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિધ્યાલયના કુલપતિશ્રી દ્રારા પ્રસંગોચ્ચિત પ્રવચન આપવામાં આવેલ,
💫💫સેમીનારના અધ્યક્ષ સ્થાનેથી *ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્રારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા લોન્ચ કરવામાં આવેલ E-FIR એપ્લીકેશન સંદર્ભે માહીતી આપી મહત્તમ લોકો દ્રારા સદર એપ્લીકેશનનો ઉપયોગ કરવા આહવાન કરવામાં આવેલ.* પોલીસ અધિક્ષકશ્રી દ્રારા E-FIR એપ્લીકેશનનો ઉપયોગ કરવાથી સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા સિવાય પણ મોબાઇલ કે વાહનની ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાવી પોતાના સમય અને શક્તિનો બચાવ કરી ઘરે બેઠા ફરિયાદ આપી શકે તેવી ગુજરાત સરકારની આ નવી પહેલથી લોકોને વાકેફ કરેલ
💫વાયરલેસ *PSI શ્રી કે.પી.વાઢેર* દ્રારા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્રારા સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે આમ જનતા માટે e-FIR ની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. તેની સંપુર્ણ વિગતવારની સમજુતી આપવામાં આવેલ
💫ત્યારબાદ *વેરાવળ સીટી PI શ્રી એસ.એમ.ઇશરાણી* દ્રારા સાયબર ક્રાઇમ એટલે શું ? સાયબર ક્રાઇમના પ્રકારો કેટલા છે? સાયબર ક્રાઇમ કેવી રીતે થઇ શકે તેના વિશે માહીતીગાર કરેલ
💫બાદ *વેરાવળ ડીવીજનના એ.એસ.પી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ* દ્રારા સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવુ તથા પોતાની સાથે સાયબર ક્રાઇમ/ફ્રોડ થયુ હોય તો શું કરવું તેના વિશે સંપુર્ણ માહીતી આપવામાં આવેલ
💫 મહીલા પોલીસ સ્ટેશનના *PI શ્રી અનસુયા વરચંદ સાહેબ* દ્રારા મહીલા ક્રાઇમ વિશે સમજુતી આપવામાં આવેલ તેમજ ગીર સોમનાથ જીલ્લા પોલીસ તથા મહીલા પોલીસ સ્ટેશન દ્રારા કરવામાં આવતી કામગીરી બાબતે વાકેફ કરેલ ઉપરોકત તમામ બાબતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તથા વિડીયો દ્રારા હાજર તમામ વિધ્યાર્થીઓને જાણકારી આપવામાં આવેલ અને છેલ્લે વેરાવળ સીટી *PSI શ્રી સુવા સાહેબ* એ હાજર તમામ મહાનુભાવો તથા વિધ્યાર્થીઓનો આભાર વ્યકત કરી સેમીનાર પુર્ણ કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.