સાબરકાંઠા હિંમતનગરના મહાવીરનગરના રીવર ફ્રન્ટ ખાતે છેલ્લા ૩ વર્ષથી શ્રી પાયલ માનવ પ્રજાપતિ મફત યોગની તાલીમ આપે છે
સાબરકાંઠા હિંમતનગરના મહાવીરનગરના રીવર ફ્રન્ટ ખાતે છેલ્લા ૩ વર્ષથી શ્રી પાયલ માનવ પ્રજાપતિ મફત યોગની તાલીમ આપે છે. પાયલબેને કોરોના સમયગારા દરમિયાન પોતાની આસ-પાસની ૫ થી ૬ ગૃહિણીઓને સાથે યોગ શિખવવાની શરૂઆત કરી હતી. આજે તેઓ ૬૦ જેટલી બહેનો સાથે રીવર ફ્રન્ટ ખાતે યોગ કરી માનવ જીવનમાં યોગનું મહત્વ વધારી રહ્યા છે. પાયલબેન સાચાં અર્થમાં યોગ દિવસની ઉજવણી કરી યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.