બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોસ્કોના 3 કેસ ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી લીધા
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોસ્કોના 3 કેસ ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી લીધા
બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન 6 ઓક્ટબર લીંબોડા ગામની સગીર બાળા નદીના પટ્ટમા કુદરતી હાજતે જવા ગઈ ત્યારે અજાણ્યા આરોપીએ સગીર બાળાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી આબરૂ લેવાના ઈરાદે ચોરણી ફાડી નાખી ગાલે બટકુ ભરી ઈજા કરવાનો બનાવ બન્યો હતો. જે અગે પાળિયાદ પોલીસે આ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ પોસ્કોનો ગુનો નોધી તપાસ હાથ ધરતા આ બનાવ સંબધે લીંબોડા ગામના આરોપી નરેશ ડાયાભાઈ સોંલકીને પોલીસે હસ્તગત કરી લેવાયો હતો.
જ્યારે જિલ્લાના બીજા 2 બનાવ ગઢડા તાલુકાના ઢસા ગામે 22-7-22 અને 5-10-22ના રોજ બન્યા હતા. જેમાં 22/7/22ના ઢસા ગામના રસનાળ રોડ ઉપર સગીર બાળાને હીતેશ ઉર્ફ બ્રિજેશ સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ મકવાણા કોળી પટેલ (રહે.શંકરપરા ઢસા ગામ, સુરત) અપહરણ કરી નાશી છુટ્યો હતો.જેના વિરૂધ્ધ ઢસા પોલીસ સ્ટેશનમાં પોસ્કોનો ગુનો દાખલ થતા આ અરોપીને 9 ઓક્ટોબરે ધડપકડ કરી જેલ હવાલે કરે દેવામાં આવ્યો હતો. જ્યારે આજ ગામમા 5 ઓક્ટોબરે આર.જે.એચ.હાઈસ્કૂલ નજીકથી આરોપી હાર્દિક બોઘાભાઈ રાઠોડ (રહે.રામજી મંદિર પાસે, ઢસા ગામ) ઢસા ગામની સગીરાનુ અપહરણ કરી નાશી છુટ્યો હતો તેના વિરૂધ્ધ ઢસા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ પોસ્કોનો ગુનો નોધાવતા આ આરોપીને 11 ઓક્ટોબરે ઝડપી પડાયોહતો.
આમ બોટાદ જિલ્લામાં જુદાજુદા પોસ્કોના 3 કેસ નોધાતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકકિશોર બળોલિયા દ્વારા જુદી જુદી ટીમ બનાવી જિલ્લા એલ.સી.બી.પોલીસ દ્વારા ત્રણેય પોસ્કો કેસના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Report, Nikunj Chauhan Botad7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.