ગુજરાતના મા.D.G.P અમદાવાદ મા.પોલીસ કમીશ્નર ની જાણ બહાર કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલી રહ્યું છે પોલીસ તંત્ર નું જંગલ રાજ.
અમદાવાદ મેચ જોવા દિલ્હી થી આવેલ યુવક ના દારૂ પીવા બાબતે તોડ કાંડ માં ૩ પોલીસ કર્મી અને ૭ TRB જવાનો તાત્કાલિક સસ્પેડ...પણ મણીનગર વિધાનસભા વિસ્તારમાં ઈસનપુર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા ૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ દેશ ના ચોથાસ્થંભ ગણાતા પત્રકાર તથા મણીનગર વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ને બે ફામ અપશબ્દો થી અપમાનિત કરી પોલીસ ચોકીમાં લઈ જઈ હાથ ઉપાડી મૂઢ માર મારવા ઘટનામાં એક મહિનો થવા આવ્યો ત્યારે ઈસનપુર પોલીસ દ્વારા ફક્ત ભોગ બનનાર નું નિવેદન લઈ સંતોષ માન્યો છે અને છેલ્લી માહિતી મુજબ હજુ બસ તપાસ ચાલું છે...આ તપાસ ક્યારે અને કયા પૂરી થશે એ તો હવે જોવું રહ્યું,
પત્રકાર સાથે થયેલી આ ઘટના ને લઈ કેમ ઈસનપુર પોલીસ સ્ટેશન ના સિનિયર P.I , ઝોન ૬ ના ACP, DCP અને સેકટર - ૨ જેવા જવાબદાર પોલીસ અધિકારીઓ કોઈ પોતાના આ જ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાયદેસર ની ફરીયાદ કેમ નથી કરી રહ્યાં...?
કેમ ઉચ્ચ પોલીસ અઘિકારીઓ સહિત સમગ્ર તંત્ર ઘટના ની તપાસ ના બસ બણગા ફૂંકે છે અને આ ગંભીર ઘટના બાબતે તો એવું લાગે છે કે ગુજરાત માં શું પોલીસ નું જ જંગલ રાજ ચાલે છે...?
અન્ય રાજ્ય માં જઈ મોટા ગુનાહિત પ્રવૃત્તિઓ અને ૧૨૦૦ GB ડેટા ની શોધ કરી ગુનેગારો ને પકડતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કરેલ બિરદાવવા લાયક કામગીરી માટે પ્રશંસા ને પાત્ર પણ...અધિકારીઓ ને મણીનગર વિધાનસભા વિસ્તારમાં ઈસનપુર પોલીસ સ્ટેશન ના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા ૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ દેશ ના ચોથાસ્થંભ ગણાતા એક પત્રકાર તથા ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ઉપર હાથ ઉપાડી મૂઢ માર મારવા ની ઘટનામાં હવે પોલીસ ને ઘટના ના CCTV મળેશે કે કેમ એ પણ એક મોટો સવાલ...?
આ ઘટના ની બાદ ઈસનપુર પોલીસ સ્ટેશન ના સિનિયર P.I,ઝોન ૬ ના ACP, DCP અને સેકટર - ૨ પોલીસ અધિકારીઓ ને મૌખીક, લેખીત જાણ કરવા છતાં કેમ ત્વરિત કોઈ કાયદેસર કાર્યવાહી ની માંગ કરતા કોઈ પણ કાયદેસર કાર્યવાહી ના પગલાં કેમ ના લેવાયા એ પણ એક મોટો સવાલ છે...? બસ તપાસ ચાલુ છે,
સમગ્ર ઘટના ની ઘટના બાદ તાત્કાલિક ધોરણે ભોગ બનનારે પોતાના બ્યુરો ચીફ ને તથા ઝોન ૬ ના ACP ને સમગ્ર રૂબરૂમાં ઘટના અંગે માહિતગાર કર્યા હતા ત્યાર બાદ સેકટર - ૨ અને ડી.સી.પી ઝોન ૬ પત્રકાર એસોશિએશન ના ૨૫ / ૩૦ પત્રકારો એ સાથે મળી ભોગ બનનાર પત્રકારે લેખીત જાણ કરી હોવા છતાં કોઈ કાયદેસર કાર્યવાહી કે પત્રકાર ઉપર હાથ ઉપાડનાર પોલીસ કર્મચારીઓ ની ઓળખ હજી સુંધી નથી કરાવી ના તો એ કર્મચારીઓ વિરૂદ્ધ કોઈ કાયદેસર ની પોલીસ ફરીયાદ પણ કેમ નથી કરવામાં આવી રહી એ પણ એક મોટો સવાલ છે...?
ભોગ બનનાર પત્રકાર ના મતે આ ઘટના ને આજે એક મહિનો થવા આવ્યો હોય...હવે સમગ્ર અમદાવાદ શહેર ના તમામ વિસ્તારોમાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલતા અનેક ગોરખધંધા અને જંગલ રાજ ને ખુલ્લું પાડવાનું હવે કેટલાક પત્રકારો એ મન બનાવી લીધું છે,
ઈસનપુર હરીફરી ને પોતાના પોલીસ કર્મચારી ને કંઈ જ નહીં કરે અને ઈસનપુર પોલીસ પણ ભોગ બનનાર પત્રકાર ઉપર ખોટી રીતે કોઈ પણ ગુનો દાખલ કરી પોતાની સમાજમા સ્વચ્છ છબી જાળવી રાખવાનો લુલો પ્રયત્ન કરશે અને પોતાનો આત્મા ને સંતોષ અપાવશે બસ આ ઘટના નો અંત પણ આવો જ કંઇક હશે,
કેટલાક પોલીસ કર્મચારીઓ ની કરતૂતો થી ભાજપ સરકાર, ગૃહ વિભાગ અને સમગ્ર ગુજરાત પોલીસ ને શર્મશાર અને બદનામી વેઠવી પડે એવી આ ઘટનામાં હવે આગળ શું ભોગ બનનાર પત્રકાર ને ન્યાય મળશે કે કેમ...? એ જોવું રહ્યું.
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ...યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ પબ્લિક હૈ.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.