અમરેલી વડિયા *દીકરી વ્હાલ નો દરિયો એ શીર્ષક સાબિત કરતો કિસ્સો..... - At This Time

અમરેલી વડિયા *દીકરી વ્હાલ નો દરિયો એ શીર્ષક સાબિત કરતો કિસ્સો…..


અમરેલી વડિયા
*દીકરી વ્હાલ નો દરિયો
એ શીર્ષક સાબિત કરતો કિસ્સો.....

*દીકરી એ તેના પપ્પા ની 25 મી એનિવર્સરી ... રિમેરેજ કરી ...તેના પપ્પા ના લગ્નની યાદગાર ક્ષણો બનાવી...

વડિયા ના દોશી પરિવાર ની દીકરી 6 મહિના પહેલા સાસરે ગયા બાદ પોતાના પિતા ના મેરેજ એનિવર્સરી માં રિમેરેજ કરાવી આપી અનોખી ભેટ....

દિવ્યાંગ ભાઈ દોશી પરિવાર માં એકજ લાડલી દીકરી જેમના પરિવાર માં માતા પિતા અને દીકરી 6 મહિના પહેલા પિતા એ દીકરી ને સાસરે વળાવી....

દીકરી 6 મહિના પહેલા સાસરે વળાવી પણ દીકરી નું હેત અને પ્રેમ અને લાગણી કે તેના પાપા ની 25 માં વર્ષ ની એનિવર્સરી રી લગ્ન કરી એક સરસ મજાની ગિફ્ટ તેના પાપા મમી ને આપી...

જેમ કે મમી પાપા ના રીલગ્ન નું આયોજન કર્યું અને તેના પપા નું ફ્રેન્ડ સર્કલ ને પણ ઇનવાઈટ કર્યા....

અને દીકરી એ પિતા ( એક માં બની) વરરાજા ના કપાળે ચાંલ્લો ચોખા કરી વરરાજા બનાવી વરઘોડો કાઢ્યો અને દિવ્યાગભાઈ ના 25 વર્ષ પહેલાં ના મિત્રો એ શરણાઈ ઢોલ ના તાલ સાથે વરઘોડા માં ડાન્સ કર્યો અને નાચ્યાં હતા ....

આ લગ્ન પ્રસંગ માં હાલદી રસમ પણ કંઈક જુદા પ્રકારની કરવામાં આવી હતી જેમકે વરરાજા ને અઢળક ફૂલો થી તમામ પરિવાર અને મિત્રો એ વધાવ્યા હતા પણ સાથે સાથે આવેલા કપલ ને પત્નીઓ એ તેના પતિ ને હેન્ડસમ માં થી બ્યુટી ફૂલ બનાવવા નો કાર્યક્રમ રાખેલો જેમાં પત્ની પતિ ને દુલહનની જેમ તૈય્યાર કરી રેમ્પ વોક કરાવ્યું..

આ સાથે દીકરી ના સાસરા પક્ષના લોકો પણ ખૂબ ઉત્સાહ થી કાર્યક્રમ માં જોડાયા....

સાથે દિવ્યાન્ગભાઈ ભાઈ ના પિતા ની 75 મો જન્મદિવસ હોઈ એ જન્મ દિવસ ની કેક કાપી પિતા નો પણ એક યાદગાર જન્મદિવસ ઉજવ્યો હતો..

રિપોર્ટ રાજુ કારીયા વડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.