શહેરની અલગ-અલગ HDFC બેન્કમાં 1.49 લાખની બનાવટી નોટો જમા થતા અજાણ્યા શખસો સામે ફરિયાદ - At This Time

શહેરની અલગ-અલગ HDFC બેન્કમાં 1.49 લાખની બનાવટી નોટો જમા થતા અજાણ્યા શખસો સામે ફરિયાદ


રાજકોટ શહેરની અલગ-અલગ HDFC બેન્કની બ્રાન્ચમાં છેલ્લા 6 મહિનામાં 1.49 લાખની બનાવટી નોટ જમા થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 150 ફૂટ રિંગરોડ પર કિડવાઈ નગરમાં રહેતાં 53 વર્ષીય દેવાંગ ચિમનલાલ મોટાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ HDFC બેન્ક ભકિતનગર શાખામાં 9 વર્ષથી નોકરી કરે છે અને હાલ છેલ્લા 2 મહીનાથી આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓની ફરજમાં ભકિતનગર સર્કલ તેમજ રાજકોટ શહેરની HDFC બેન્કની તમામ શાખાઓની જે નોટો આવે તે બેન્કના કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા તે નોટોનું ચેકિંગ બનાવટી છે કે કેમ? તે અંગે તપાસણી કરવાનું તેમજ બનાવટી જે બ્રાન્ચોની નોટો નીકળે તેને પોલીસને મોકલવાની હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.