બોટાદ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ
કેન્દ્રિય મંત્રીએ અનુરોધ કર્યો હતો કે આંગણવાડીમાં ભણતા બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે.તેમના મધ્યાહન ભોજનમાં પોષણનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ
કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની રિવ્યુ બેઠક યોજાઈ હતી.જેમાં વર્ષ-૨૦૨૩-૨૪ના માહે ઓગસ્ટ અંતિત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાનીસાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને કેન્દ્રીય મંત્રીએ તાકીદ કરી.બેઠકની શરૂઆતમાં કલેક્ટરએ મંત્રીનું પોટ્રેટ આપી સ્વાગત કર્યું હતું.આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડી.આર.ડી.એ.ડિરેક્ટર(ઇ.ચા)મકવાણાએ કેન્દ્રીય મંત્રીને યોજનાકીય કામોની વિગતો પૂરી પાડી હતી.આ મીટિંગમાં કેન્દ્રીય મંત્રીના પી.એસ.ઓરંગાબાદકર,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા,નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર,કેન્દ્રીય મંત્રીશ્રીના પી.એ.બી.કે.દવે,જિલ્લા અગ્રણી મયૂર પટેલ સહિત દિશા સમિતિના અન્ય સભ્યઓ,જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
રિપોર્ટ અસરફ જાંગડ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.