નગરપાલિકા વિસ્તારના ખાડા બુરાઈ જશે: મુખ્યમંત્રીની રૂ.100 કરોડ ફાળવવાની જાહેરાત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
નગરપાલિકા વિસ્તારના ખાડા બુરવા મુખ્યમંત્રીની રૂ.100 કરોડ ફાળવવાની જાહેરાતને અલ્પેશભાઈ રૂપારેલિયાએ આવકારી
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગુજરાતની નગર પાલિકામાં ખાડા બુરવા માટે સો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરતાં જસદણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અને જસદણ પંથકના ભાજપના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ મુખ્યમંત્રીનું આ પગલું સમયસર અને ઉચિત ગણાવી તેમની આ જાહેરાતને આવકારી હતી તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થઈ જતાં હોવાનાં કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે ત્યારે ગુજરાતનું હિત જોતા ભુપેન્દ્રભાઈ પટેલનું આ પગલું પ્રજાના હિતનું ગણાવી તેમને આવકાર્યું હતું નોંધનીય છે કે નગરપાલિકા વિસ્તારના ખાડા હવે બુરાઈ જશે. આ માટે મુખ્યમંત્રી રૂ.100 કરોડ ફાળવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે 157 નગરપાલિકાઓને ગ્રાન્ટ મળશે ચોમાસુ પૂરું થાય એટલે ત્વરાએ રસ્તા મરામત કામો નગર પાલિકાઓ શરૂ કરી શકે તે માટે એડવાન્સમાં નાણાં ફાળવણી કરવાનો મુખ્યમંત્રીએ અભિગમ દાખવ્યો છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે 157 નગરપાલિકાઓને આપવામાં આવશે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે 2023-24 સુધીમાં 810.95 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. 100 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો , નગરોના રસ્તાઓને થયેલું નુકશાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે. આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 2024-25ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ 100 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે તદ્અનુસાર ’અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1 કરોડની, ’બ’ વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. 80 લાખ, ’ક’ વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 60 લાખ અને ’ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂ. 40 લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2023-24 સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ 810.95 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.