સોરઠીયા પ્લોટમાં માવતરે રહેતી પત્નીનો સામાન ફેંકી છરીના ઘા ઝીંકવાની ધમકી
સોરઠીયા પ્લોટમાં માવતરે રહેતી પત્નીનો સામાન તેના ઘર પાસે ફેંકી છરીના ઘા ઝીંકી દેવાની પતિએ ધમકી આપતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. બનાવ અંગે સોરઠીયા પ્લોટ શેરી નં.3માં રહેતા નયનાબેન પ્રફુલભાઇ દાફડા (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ પ્રફુલ ઉર્ફે સમીર રામજી દાફડાનું નામ આપી જણાવ્યું હતું કે હાલ તે તેના પિતા સાથે પીયરમાં રહે છે.
તેણીના એક વર્ષ પહેલા થોરાળામાં આંબેડકરનગરમાં રહેતા પ્રફુલ દાફડા સાથે લગ્ન થયેલ હતા. બાદમાં બંને વચ્ચે અણબનાવ છતાં સાતેક મહિનાથી તે પિતાના ઘરે રહે છે. ગઇકાલે સાંજના સમયે તેણી તેના માતા પિતા અને બહેન સાથે ઘરે હતા ત્યારે તેણીના પતિ બુલેટ લઇ અને તેમની સાથે એક છોટા હાથી સાથે ધસી આવેલ. છોટા હાથીમાં કાચના વાસણો જેઓ પરચુરણ સામાન ભરી શેરીમાં આવેલ અને તેની સાથે આવેલ અન્ય શખ્સને કહેલ કે આ સામાન આ શેરીમાં ઉતારી દયો કહી સામાન ઉતારવા લાગેલ જેથી તેણીએ તે સામાન ફરીથી છોટા હાથીમાં ભરવા લાગેલ અને કહેલ કે મારો સામાન અહીં મારા પિતાના ઘરે કેમ ઉતારો છો.
આ સામાન પાછો ભરી લઇ જાવ. બાદમાં સમાજના આગેવાનો સાથે આવી વાત કરજો. જેથી તેણીના પતિએ કહેલ કે અહીંથી દુર જા નહીંતર છરીના ઘા ઝીંકી દઇશ. ધકકો મારી છોટા હાથીમાંથી સામાન નીચે ધા કરવા લાગી અને કહેલ કે તું કેવી છો તે મને ખબર છે મારી પાસે પ્રુફ છે કોને જોવા છે. તેમ કહી નાસી છુટયો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ પ06 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.