સાણથલીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ખાતે ક્ષય નાબૂતી અભિયાન અંતર્ગત લોકોના વિવિધ ટેસ્ટ કરાયા : વિનુભાઈ ધડુક
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તેમજ વિછીયા શહેરની મોટી સરકારી હોસ્પિટલોમાં જાહેરાત નો અભાવ ટીબી ક્ષય નાબૂતી 100 દિવસ ના સરકારના અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવા જાગૃત લોકોની માંગ
જસદણ તાલુકાના સાણથલી જિલ્લા પંચાયતના અગ્રણી વિનુભાઈ ધડુક ની યાદીમાં જણાવ્યું છે કે સાણથલીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સરકારના 100 દિવસ ટીબી નિર્મૂલન અભિયાન અંતર્ગત ક્ષય નાબૂતી માટે ની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે સાણથલી પંથકના લોકોના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજે 3/01/2025 ના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સાણથલી દ્વારા જન આરોગ્ય સમિતિ ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં હાલ માં ચાલી રહેલ સરકારના ટીબી નાબુતિ અભિયાન 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી ના લક્ષણો તથા નિશ્ચય મિત્ર અંગેની તમામ માહિતી આજ ની જન આરોગ્ય સમિતિ માં ચર્ચા કરવામાં આવી અને જુંબેશ ના ભાગ રૂપે ટીબી ના દર્દી શોધવા આરોગ્ય દ્વારા નક્કી કરેલ ત્રણ પ્રકાર ના જે ટેસ્ટ કરવા માં આવે છે તેના વિશે ની તમામ માહિતી સભ્યો ને આપવા માં આવી. આ સમિતિ માં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત સાણથલી સીટ ના આગેવાન વિનુભાઈ ધડુક, પૂર્વ સરપંચ હસુભાઈ ધડુક તથા ડૉ.મુકેશભાઈ ખૂંટ તથા ગામ ના શિક્ષક,bઆરોગ્ય ના તમામ સ્ટાફે હાજરી આપેલ. ઉલ્લેખનીય છે કે જસદણ વિંછીયા પંથકમાં મોટા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર હોવા છતાં એક પણ ટીબી નિર્મૂલન અંગેની જાહેરાતો કે પત્રકારોને માહિતી આપવામાં આવતી ન હોવાનું મોટા શહેરના લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે જસદણ વિછીયાના મોટા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સરકારના 100 દિવસના ટીબી ક્ષય અંગેની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચે તે માટે પેમ્પ્લેટો છપાવવા જોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ પત્રકારત્વના માધ્યમથી જાહેરાત કરવી જોઈએ તેવું જાગૃત લોકોમાં ચર્ચાઈ પણ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.