પહેલ-પુસ્તક પરબ અને વાંચનાલયની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઇ પરમાર
"પહેલ"માં ઉપલબ્ધ સરકારી પ્રકાશનો તમામ નાગરિકો સહિત સરકારી કર્મયોગીઓ માટે અનેક પ્રશ્નો અને મુંજવણનું સમાધાન સમાન : નિવાસી અધિક કલેકટરશ્રી
નિવાસી અધિક કલેકટરશ્રીએ "પહેલ"ને ૮ પુસ્તકોની ભેટ આપી નવતર ચીલો ચાતર્યો : જિલ્લા આયોજન અધિકારીશ્રીએ પણ "પહેલ"ને પાંચ પુસ્તકોની આપી ભેટ
આ "પહેલ" અનેક વિભાગો માટે પ્રેરણાદાયી પગલું બની રહેશે : જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી
આજરોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઇ પરમારે પહેલ-પુસ્તક પરબ અને વાંચનાલયની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બોટાદમાં પ્રારંભાયેલ આ અભિનવ અભિગમ અન્વયે વિગતવાર ચર્ચા કરતાં નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા "પહેલ" નામે જે નવતર પહેલ કરવામાં આવી છે તે ખરેખર પ્રસંશનીય અને પ્રેરણાદાયી છે. આ પુસ્તક પરબ થકી બોટાદના અનેક વાંચનયોગીઓને જ્ઞાનવર્ધક પુસ્તકોનો ખજાનો મળ્યો છે. આ પુસ્તક પરબ દ્વારા બોટાદવાસીઓ તો લાભાન્વીત થયા જ છે પરંતુ જિલ્લા સેવા સદન ખાતે ફરજ પર કાર્યરત કર્મયોગીઓ માટે પણ આ વાંચનાલય અનેરા ઉત્સવ સમાન છે. અહીં ઉપલબ્ધ સરકારી પ્રકાશનો તમામ કર્મયોગીઓ માટે અનેક પ્રશ્નો અને મુંજવણનું સમાધાન સમાન સાબિત થઈ રહ્યાં છે.
નિવાસી અધિક કલેકટરશ્રીએ "પહેલ" પુસ્તક પરબ અને વાંચનાલયના અનોખા અભિગમને વધાવતાં વાંચનાલયને ૮ પુસ્તકોની ભેટ આપી નવતર ચીલો ચાતર્યો હતો. આ તકે નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત કે.ત્રિવેદી અને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા જે. વ્યાસને અભિનંદન પાઠવી આવા જ નવતર પ્રયોગો કરતાં રહેવાની શુભકામનાઓ આપી હતી.
જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશભાઈ જોશીએ પણ "પહેલ"ની મુલાકાત લઈ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, " આ "પહેલ" અનેક વિભાગો માટે પ્રેરણાદાયી પગલું બની રહેશે. અહીંનું પ્રફુલ્લિત વાતાવરણ વાંચન માટેનું સુયોગ્ય સ્થળ પુરવાર થશે તેમાં કોઈ બેમત નથી. આ પુસ્તક પરબના શુભારંભ બદલ બન્ને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન."
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.