વેકેશન ને ધ્યાનમાં લઈને રેલવે તંત્ર નો નિર્ણય 3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે "સમર વીકલી સ્પેશિયલ ટ્રેનશનિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે - At This Time

વેકેશન ને ધ્યાનમાં લઈને રેલવે તંત્ર નો નિર્ણય 3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે “સમર વીકલી સ્પેશિયલ ટ્રેનશનિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે


3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે "સમર વીકલી સ્પેશિયલ ટ્રેન"શનિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે
ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર અને દિલ્લી કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર "સમર વીકલી સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 15.15 કલાકે દોડશે. આ ટ્રેનને 3 મે, 2024થી 28 જૂન, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09557/09558 ભાવનગર-દિલ્લી કેન્ટ એક્સપ્રેસ ટ્રેનનંબર 09557 ભાવનગર – દિલ્લી કેન્ટ “સમર વીકલી સ્પેશિયલ ટ્રેન” ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 15.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે દિલ્લી કેન્ટ પહોંચશે. આ ટ્રેન 3 મે, 2024 થી 28 જૂન, 2024 સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09558 દિલ્લી કેન્ટ - ભાવનગર "સમર વીકલી સ્પેશિયલ ટ્રેન" દિલ્લી કેન્ટ સ્ટેશનથી દર શનિવારે 15.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન દિલ્લી કેન્ટથી 4 મે, 2024 થી 29 જૂન, 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા, પાલનપુર જં., આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, ફૂલેરા, રિંગાસ જં., નીમ કા થાના, નારનૌલ, રેવાડી જં. અને ગુડગાંવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09557 નું બુકિંગ 27.04.2024 (શનિવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.તેવું માશૂક અહમદવરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધકપશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલની અખબાર યાદીમાં જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.