ભગવાન ઠાકરના વિવાહનું ભવ્ય આયોજન ગાયત્રીનગરથી ભગવાનની જાન શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી - At This Time

ભગવાન ઠાકરના વિવાહનું ભવ્ય આયોજન ગાયત્રીનગરથી ભગવાનની જાન શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી


ભગવાન ઠાકરના વિવાહનું ભવ્ય આયોજન ગાયત્રીનગરથી ભગવાનની જાન શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી

બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલ મહાકાળી ધામ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કથાકારમાં ભાવેશ બાપુ દ્વારા કથાનું રસપાન અને મહાપ્રસાદનું આયોજન કરાવવામાં આવ્યું હતું અને ભાવિક ભક્તોને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો.ત્યારે આજરોજ કથાના નવમાં અને અંતિમ દિવસે ભગવાન ઠાકરના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રઘુવીર ભાઈ શિવરાજભાઇ ખાચરના નિવાસ્થાન ગાયત્રી નગરથી ભગવાનની જાન નીકળી હતી.આ જાન ઘોડીયો સાથે ડી.જેના તાલે શહેરના મુખ્ય માર્ગ પર નીકળી હતી.જેમાં 500 થી 700ભાવિ ભક્તો જોડાયા હતા.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.