આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જસદણ વિધાનસભા મતવિસ્તારમાં ૨૨૪૨થી વધુ પ્રચારાત્મક લખાણો બેનરો દૂર કરાયા - At This Time

આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જસદણ વિધાનસભા મતવિસ્તારમાં ૨૨૪૨થી વધુ પ્રચારાત્મક લખાણો બેનરો દૂર કરાયા


લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત જસદણ વિધાનસભા મતવિસ્તારમાંથી તા. ૧૬ માર્ચ આચાર સંહિતા અમલી બન્યાથી તા. ૨૨ માર્ચ સુધીમાં કુલ ૨,૨૪૨ થી વધુ અનધિકૃત રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે, જેમાં જાહેર કે સરકારી મિલકતો પરથી ૧૫૯૪ તેમજ ખાનગી મિલકનો પરથી ૬૪૮ કેસ અંતર્ગત અનધિકૃત રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે અને હાલના તબકકે કોઈ જાહેરાતો દુર કરવાની બાકી નથી તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને જસદણ પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવા દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે કોઈ અનધિકૃત પ્રચાર જાહેરાત કે આચારસંહિતા ભંગ અન્વયે નાગરીકો સીટીઝન વીજીલન્સ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૦૩૨૨ પર સંપર્ક કે સી વિજીલ મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.