પાંચ મહિના પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪૧૪૫ દિવસ પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર થઇ ગયા
છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૩૬,૦૮૬ થઇ ગઇ છે તેમ
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના ૨૦,૧૩૯ કેસો
નોંધવામાં આવ્યા છે. અ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૬,૮૯,૯૮૯ થઇ ગઇ છે. વધુ ૩૮ લોકોનાં મોત થતા કોરોનાનો મૃત્યુઆંક વધીને ૫,૨૫,૫૫૭ થઇ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ
કેસોમાં ૩૬૧૯નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ ૫.૧૦ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ
રેટ ૪.૩૭ ટકા નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કુલ
૧૯૯.૨૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩૮ મોત પૈકી ૧૬
કેરળમાં, ૧૦
મહારાષ્ટ્રમાં, પશ્ચિમ
બંગાળમાં ચાર, દિલ્હીમાં
ત્રણ, આસામમા,બિહાર, ગાવા, ઉત્તરાખંડ અને
ઉત્તર પ્રદેશમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે. આ દરમિયાન લેન્સેટ રિજિયોનલ હેલ્થ સાઉથઇસ્ટ એશિયા જર્નલમાં
દાવો કરવામાં આવ્યો છે કે નસલ સ્પ્રે દ્વારા નાકમાં જ કોરોના વાઇરસ સમાપ્ત થઇ જાય
છે. આ અભ્યાસમાં દાવો કરનામાં આવ્યો છે કે નસલ સ્પ્રેનો ઉપયોગ કરનારા કોરોનાના
દર્દીઓ પૈકી ૯૪ ટકા દર્દીઓ ૨૪ કલાકની અંદર જ સાજા થઇ ગયા હતાં. જ્યારે ૯૯ ટકા
દર્દીઓ ૪૮ કલાકની અંદર સાજા થઇ ગયા હતાં.
નાઇટ્રિક ઓક્સાઇડ નસલ સ્પ્રે (એનઓએનએસ) અંગે મુંબઇ સ્થિત
ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્મા કંપની ગ્લેનમાર્ક દ્વારા ૩૦૬ વેક્સિનેટેડ અને
અનવેક્સિનેટેડ પુખ્ત વયના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભારતમાં ૨૦ ક્લિનિકલ
સ્થળોએ આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ભાગ લેનારા દર્દાીઓને કોરોનાના
સામાન્ય લક્ષણો હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.