પરીક્ષામાં બેદરકારી મુદ્દે કલેક્ટરે કહ્યું, બે દી’માં કેન્દ્રીય વિદ્યાલયમાં CCTV ફિટ કરાશે
ધો.10 અને 12ની પરીક્ષા સીસીટીવી વિના લેવાતી હોવાનું બહાર આવ્યું હતું
ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા વિના લેવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતા સીબીએસઈ શાળાઓ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી હોવાથી આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને શહેરની કેટલીક શાળાઓમાં થઇ રહેલી આ પ્રકારની ગંભીર બેદરકારી અંગે ધ્યાન દોરવામાં આવતા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયમાં બે જ દિવસમાં સીસીટીવી કેમેરા ફિટ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.