અમદાવાદ પોલીસ F.F.W.C ની ટીમ દ્વારા ગુમ થયેલ બાળકો શોધવાની ડ્રાઇવ નું આયોજન.
F.F.W.C - CID CRIME - MISSING CELL & RAILWAYS તા : ૭ ફેબ્રઆરી ૨૦૨૩ થી ૧૨ ફેબ્રઆરી ૨૦૨૩ , ૬ દિવસ ગુમ થયેલ (મિસિંગ) બાળકો વગેરે ને શોધવાની ૧૮ પો.સ્ટે.વિસ્તારના અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ ના એક ખાસ યુનિટ ટીમ દ્વારા ડ્રાઇવ નું આયોજન રાખવામાં આવ્યું હતું,
આ ડ્રાઇવ દરમિયાન ગુમ થયેલ કુલ ૪૧ બાળકો અને મહિલાઓ પરત મળી આવેલ છે, આ કામગીરીમાં તા : ૧૨/ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ AHTU ઓફિસ શાહીબાગ મહિલા પો.સ્ટે ખાતે ડ્રાઇવની પુર્ણાહુતી - આભારવિધિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ, આ કાર્યક્રમાં મુખ્ય અતિથિ તરીકે મા.Dy.sp શ્રીમતી હિમાલા જોષી, C.I.D ક્રાઇમ ના મહિલા P.S.I.નિતા જંગલે, P.S.I બી.એલ. રોહિત, પો.કો.કેવલભાઈ ચૌધરી,મ.પો.કો.નિશાબેન પ્રજાપતિ તથા F.F.W.C ના અમદાવાદ શહેર કૉ.ઓડીનેટર દિપાલિબેન કંસારા અને પોલીસ કર્મચારીઓ ની ટીમ ઉપસ્થિતિ જોવા મળી હતી,
F.F.W.C ના તમામ સભ્યો એ પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા. તમામ સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સમાજલક્ષી ખૂબ સુંદર કામગીરી કરેલ હતી પોલીસ અધિકારી શ્રીઓ તરફથી આ ડ્રાઇવમાં ભાગ લીધેલ પોલીસ કર્મચારીઓ અને F.F.W.C ના વોલેન્ટર સભ્યો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં આજ રીતે પોલીસ અને F.F.W.C ના સભ્યો આવી સમાજલક્ષી ઉત્કૃષ્ઠ અને સુંદર કામગીરી કરતા રહે તેવી અપેક્ષા સાથે આ ડ્રાઇવમાં આભારવિધિ નું આયોજન કરવામાં આવ્યુ હતું,
આ ડ્રાઈવમાં જોડાયેલ સભ્યોનો આભારવિધિ કાર્યક્રમ બાદ ડ્રાઈવમાં જોડાયેલ સૌ સભ્યો અને પોલીસ અધિકારીઓને પોલીસ કર્મચારીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી,
( F.F.W.C - ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ)
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.