બરવાળા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કર્યું
પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા ૧૫ વેપારીઓને ૭૫૦૦ નો દંડ ફટકાર્યો, ૧૨૦ કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું
ન.પા.દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનાર પાંચ શખ્સોને ૧૫૦૦ નો દંડ ફટકાર્યો
ન.પા.દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તી તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનાર ઇસમો સામેની કડક કાર્યવાહીથી શહેરીજનોમાં ફફડાટ
બરવાળા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલી,ગ્લાસ,ઝબલાની વપરાશ તેમજ વેચાણ કરનાર વેપારીઓને નગરપાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ૧૫ જેટલા વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટીક ૧૨૦ કિલો જપ્ત કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.જયારે જાહેરમાં ગંદકી ફેલાવનાર ઇસમો સામે દંડનીય કડક કાર્યવાહી કરવામાં આવતા શહેરીજનો તેમજ વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
બરવાળા નગરપાલિકા દ્વારા તા.૨૦/૧૨/૨૦૨૨ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે પ્રતિબંધિત પ્લાસ્ટીક વપરાશ કરનાર ઇસમો તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનાર શખ્સો સામે કાર્યવાહી કરવા વિરાજ શાહ(ચીફ ઓફિસર બરવાળા ન.પા) દ્વારા મળેલ સુચના અન્વયે એમ.સી.ત્રિવેદી(સેનેટરી ઇન્સ્પેકટર),ગંભીરસિંહ ભાડલીયા(શોપ ઇન્સ્પેકટર),ભાવેશભાઈ મકવાણા,મહાવીરભાઈ ભેસરીયા સહીતના સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટીક જપ્ત કરવા અંગે તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનાર ઇસમો સામે સખ્તાઈની કાર્યવાહી કરવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બરવાળા શહેરી વિસ્તારમાં ૭૫ માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટીક વપરાશ કરનાર તેમજ વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી ૧૫ વેપારીઓ પાસેથી ૭૫૦૦/- રૂપિયાનો દંડ સ્થળ પર ફટકારવામાં આવ્યો હતો.વેપારીઓ પાસેથી ૧૨૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ૭૫ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીકના વપરાશ તેમજ વેચાણથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને માઠી અસર પડતી હોય જેના લઈ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેના વેચાણ તેમજ વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ તેમજ વેચાણ કરનાર વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ન.પા.ની ટીમ દ્વારા વેપારીઓને ૭૫ માઈક્રોનથી નીચેનું પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કે વેચાણ નહિ કરવા સુચના આપવામાં આવી હતી. તેમજ નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારોમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર,જાહેરમાં કચરો ફેંકનાર ૫ શખ્સો સામે કાર્યવાહી કરી ૧૫૦૦/- રૂપિયાનો સ્થળ પર દંડ ફટકારી સખ્તાઈના પગલા ભરવામાં આવ્યા હતા જયારે શહેરીજનોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા સુચના પણ આપવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.