સૌરાષ્ટ્ર યુનિ.માં 9 નવેમ્બરથી 110 કેન્દ્ર પર 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે - At This Time

સૌરાષ્ટ્ર યુનિ.માં 9 નવેમ્બરથી 110 કેન્દ્ર પર 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બે કોર્સના પેપર લીક થયાની હજુ તપાસ પૂર્ણ થઇ નથી, કઈ કોલેજમાંથી પેપર લીક થયું તેનો પર્દાફાશ થયો નથી ત્યાં આગામી તારીખ 9 નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીની પરીક્ષામાં પેપર સુરક્ષિત રીતે પહોંચાડવા યુનિવર્સિટી માટે મોટો પડકાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર બી.કોમ, બીસીએ, બીએસસી સહિતના જુદા જુદા કોર્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.