અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ N.D.P.S ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદામાલનો નાશ કરવા અંગે માહિતી. - At This Time

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ N.D.P.S ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદામાલનો નાશ કરવા અંગે માહિતી.


સુશ્રી પરીક્ષિતા રાઠોડ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિદેશક, (રેલ્વેઝ) ગુ.રા,અમદાવાદ તથા બલરામ મીણા પોલીસ અઘિક્ષક,પશ્ચિમ રેલ્વે, અમદાવાદ નાઓએ NDPS ના કેસો શોધી કાઢવા તથા શોધાયેલ કેસોના મુદામાલ નો ઝડપી નિકાલ કરવા સારૂ આપેલ સૂચનાઓ આધારે,

આઇ.એમ.કોઢીયા,ઇ.ચા.વિભાગીય પોલીસ અધિકારી, પ.રે.અમદાવાદ, તથા જે.એચ. ગઢવી ઇ,ચા પો. ઇન્સ.S.O.G પ.રે., અમદાવાદના માર્ગદર્શન હેઠળ વર્ષ - ૨૦૦૪ થી આજ દીન સુધી નોધાયેલ કેસો પૈકી (૧) અમદાવાદ રે.પો.સ્ટે.-૧૮, (૨) રાજકોટ રે.પો.સ્ટે.-૦૭, (૩) વિરમગામ રે,પો.સ્ટે ૦૧, (૪) પાલનપુર રે.પો. સ્ટે.-૦૧, (૫) ધોળા રે.પો.સ્ટે.-૦૧, (૬) રાધનપુર રે,પો.સ્ટે.-૦૧, મળી કુલ-૨૯ કેસોનો કુલ-૪૬૨ કિલો ગ્રામ, કી.રૂ.૪૦,૪૫,૨૩૮/- નો S.O.G,પ.રે., અમદાવાદ શાખા તથા સંલગ્ન પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ દ્વારા નિકાલ કરાવવા માટે ઇન્વેન્ટરીની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાંથી મુદામાલ નાશ કરવાના હુકમો મેળવી તારીખ ૦૫.૦૯. ૨૦૨૩ ના રોજ “એલ કંપની" GIDC અંકલેશ્વર ખાતે મુદામાલ લઇ જઇ સરકારશ્રી ના નિયમોનુસાર એન.ડી.પી. એસ.ના મુદામાલ નો નાશ કરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.