ગલસાણા પ્રાથમિક શાળા તા.ધંધુકાની 109 મી વર્ષગાંઠ નિમિતે ભવ્ય ઉજવણી
ગલસાણા પ્રાથમિક શાળા તા.ધંધુકાની 109 મી વર્ષગાંઠ નિમિતે ભવ્ય ઉજવણી ગલસાણા શાળાની સ્થાપના તા.14.03.1914 ના રોજ જીવાજી બાપુજી પરમાર દ્વારા કરવામાં આવી હતી.સૌ પ્રથમ શાળા મનુભાઈ ની વાડી (ફૂલવાડી),ત્યારબાદ ગામના ચૌરા પાસે અને અત્યારે બાપા સીતારામની મઢુલી નવા બિલ્ડિંગમાં ગામ દ્વારા ફાળવેલ જગ્યા પર ચાલે છે. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષકશ્રી અશ્વિનકુમાર ડાભી અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ 23 કૃતિઓ હતી,જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી. તા.14.03.2023 ના રોજ શાળાના જ્ન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મારો વિદ્યાર્થી કે જે આર્મીમાં મા ભારતીની સેવા કરે છે, તેના દ્વારા શાળાના તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું. આયોજન સફળ બનાવવા માટે સાઉન્ડ અને સ્ટેજ ડેકોરેશન માટે પ્રભુભાઈ અને મહેશભાઈ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.