ગીર સોમનાથઃ સુત્રાપાડાના લાટી ખાતે સખી મતદાન મથકમાં જોવા મળ્યો મહિલા મતદારોનો ઉત્સાહ - At This Time

ગીર સોમનાથઃ સુત્રાપાડાના લાટી ખાતે સખી મતદાન મથકમાં જોવા મળ્યો મહિલા મતદારોનો ઉત્સાહ


ગીર સોમનાથઃ સુત્રાપાડાના લાટી ખાતે સખી મતદાન મથકમાં જોવા મળ્યો મહિલા મતદારોનો ઉત્સાહ

પરંપરાગત અને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

ગીર સોમનાથ, તા.૦૧:* વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથના લાટી ખાતે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મતદાન મથક પોતાના સુશોભનના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લાટી પ્રાથમિક શાળામાં તૈયાર કરવામાં આવેલા માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક મતદાન બૂથમાં પરંપરાગત અને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મતદાન કરવા માટે પહોંચી હતી. આ મતદાન મથકને ‘અવસર લોકશાહીનો-વિધાનસભા ચૂંટણી-૨૦૨૨’ની રંગોળીથી તેમજ વિશિષ્ટ પ્રકારના ભાતીગળ તોરણથી શણગારવામાં આવ્યું હતું. ૯૧-તાલાળા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લાટી ખાતે સખી મતદાન મથકમાં મહિલા મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.