ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, કેમ કે આ કારણે વધુ પૈસા આપવા પડશે - At This Time

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, કેમ કે આ કારણે વધુ પૈસા આપવા પડશે


ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષની અંદર કોરોનાના કારણે નવરાત્રિનું આયોજન રંગચંગે જોવા નથી મળી રહ્યું ત્યારે આ વખતે ખેલૈયાઓ માટે પાસ પર લાગેલા જીએસટીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
નવરાત્રિ એ ગુજરાત માટે ધાર્મિક અને સાંસ્કૃતિ તહેવાર છે ત્યારે હવે ગુજરાતમાં સંસ્કૃતિ પર ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, આ વખતે ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવતા લોકોને વધુ પૈસા આપીને પાસ ખરીદવા પડશે.
વર્ષ 2022માં સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા રાજ્યાના આયોજકોને જીએસટી ચૂકવવો પડશે. ખાસ કરીને  કેટલાક આયોજકોએ સિઝન પાસ જ જીએસટી ના ચૂકવવો પડે માટે રાખ્યા જ નથી. આ વર્ષે જીએસટી લાગુ કરાતા ખેલૈયાઓને મોટી રકમ ચૂકવવી પડશે. ખાસ કરીને વડોદરામાં યુનાઈટેડ વેની નવરાત્રિ પુરા ગુજરાતમાં ફેમસ છે ત્યારે વડોદરામાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓને દોઢ કરોડથી વધુ રુપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. યુનાઈટેડ વેમાં 2500થી 3000 જેટલા પાસ વેચાઈ ચૂક્યા તોસૂરતમાં સિઝનની જગ્યાએ ડેઈલી પાસનો ઉપયોગ થશે. આ વખતે ખેલૈયાઓને ગરબા રમવા મોંઘા પડી શકે છે. ખેલૈયાઓનો યુનાઈટેડ વેને લઈને જે ઉત્સાહ હોય છે તેમાં આ વખતે જીએસટી વુસલવામાં આવી રહ્યો છે. કેમ કે, 4100ના પાસમાં 783 રુપિયા જીએસટી વસુલાઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.