ડી.ડી.ઓ શ્રીની ઉપસ્થિતિમાં ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલગેમ્સ જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
ડી.ડી.ઓ શ્રીની ઉપસ્થિતિમાં ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
જિલ્લામાં '૩૬મી નેશનલ ગેમ્સ' જાગૃત્તિ અંગે ૧૮૬ શાળાઓમાં વિવિધ રમત-ગમતો યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં '૩૬મી નેશનલ ગેમ્સ' જાગૃતિ અન્વયે ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો હતો. આ આ કાર્યક્ર્મમાં ખેલ મહાકુંભ ૧૧માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી સ્કૂલોને પ્રોત્સાહનરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ડી.ડી.ઓ શ્રી દ્રારા મેદાનમાં વિધાર્થીઓની રમતને નિહાળી પ્રેરણા પુરી પાડી હતી.
તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યના યજમાનપદે યોજાનારી, '૩૬મી નેશનલ ગેમ્સ' માં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને ૩૬ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમા ભાગ લેશે. જેની જનજાગૃતિ ગુજરાતમાં આવે તે હેતુથી "Celebrating Unity Through Sports" થીમ પર સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં રમતો યોજાઇ હતી.
દેશનુ યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને દેશનુ નામ વિશ્વકક્ષાએ રોશન થાય તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ખુબ જ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાશે. આ સ્પર્ધાઓમાં ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેંદ્રસાશિત પ્રદેશો એમ ૩૬ અને ૩૬ રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાતનુ પ્રદર્શન શ્રેષ્ઠ થાય અને રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા અને રમત ગમત અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્ર્મો કરવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં આ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકામાં ૪૯ શાળાઓમાં, ઇડરની ૫૧ શાળાઓ, વડાલીની ૧૦ શાળાઓ, ખેડબ્રહ્માની ૬ શાળાઓમાં, પોશીનાની ૬ શાળામાં, વિજયનગરની ૨૦ શાળાઓ, તલોદની ૧૭ અને પ્રાંતિજ તાલુકાની ૨૩ શાળામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો.
અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.