નાયબ સૈની આજે બીજી વખત CM પદના શપથ લેશે:PM મોદી અને ગુજરાત સહિત 18 રાજ્યોનાં મુખ્યમંત્રી હાજર રહેશે; 11 થી 12 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે
હરિયાણામાં નાયબ સૈની આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં લગભગ 1.15 વાગ્યે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની સાથે 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી (યુટી), રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સામેલ થશે. . બીજેપીના રાજ્ય મીડિયા પ્રભારી અરવિંદ સૈનીએ કહ્યું કે રાજકીય દિગ્ગજો ઉપરાંત ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો અને સામાજિક કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લગભગ 50 હજાર લોકો હાજરી આપશે. નાયબ સૈની સાથે 11 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં અનિલ વિજ, કૃષ્ણ લાલ પંવાર, રાવ નરબીર સિંહ, મહિપાલ ધંડા, વિપુલ ગોયલ, અરવિંદ શર્મા, શ્યામ સિંહ રાણા, રણબીર ગંગવા, ક્રિષ્ના બેદી, શ્રુતિ ચૌધરી, આરતી રાવ, રાજેશ નાગર અને ગૌરવ ગૌતમના નામ સામેલ છે. કૃષ્ણ લાલ અને શ્યામ સિંહે જણાવ્યું કે તેમને શપથ માટે નાયબ સૈનીએ જ ફોન કર્યો હતો. કૃષ્ણલાલ મિદ્ધા, રામ કુમાર ગૌતમ, મૂળચંદ શર્માના નામની પણ ચર્ચા થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.