પાટીદારની દીકરીનો પોકાર ! સમાજના ભામાશાઓ સામે છેલ્લી આશાની મીટ માંડીને મોતના દ્વારે ઉભી ઉભી લોહીના આંસુએ રડી રહી છે, રુપલ..!
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
હજી હમણાં જ 14 માર્ચે વિશ્વ કિડની દિવસ ઉજવાયો. શું ઉજવણી ફક્ત ટીવી મીડિયામાં સારી સારી વાતો કરીને ઉજવવા પૂરતી સીમિત રહી જશે કે ખરેખર વાસ્તવિક ધરતી ઉપર ઉતરી ખુણે ખાંચરે સામાન્ય ગરીબ ઘરોમાં કેટલીય જિંદગીઓ માત્રને માત્ર ડાયાલિસિસ ના સહારે જિંદગીના દિવસો કાપીને, ધીમે ધીમે સામે દેખાઈ રહેલા મોતના દરવાજા સુધી ડગલા માંડી રહેલા ને શોધી શોધીને નવજીવન આપી કુદરતને પણ પડકાર ફેંકી ને બચાવી લેવા આગળ આવશે..?!આ સવાલ છે, સમગ્ર પાટીદાર સમાજના મોભીઓ અને ભામાશાઓને.
આ કિસ્સો છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મૂળ બોઘરાવદર ગામના વતની એવા લેવા પાટીદાર પરિવારનો હાલ આ વલ્લભભાઈ ડોબરીયા નો પરિવાર જસદણમાં અંબિકા નગર વિસ્તારમાં રહે છે સંતાનમાં એક દીકરો અને બે દીકરી મોટી દીકરીને પરણાવી સાસરે વળાવી દીધી છે.જ્યારે નાની દીકરી રૂપલ કે જેનો સંબંધ વેવિશાળ થઈ ગયેલ એ દરમિયાન કિડનીને લગતી બીમારીની શરૂઆત થયેલ.સાસરીયા પક્ષ દ્વારા આ દીકરીની બીમારી વધતી
જતી હોવાનું જણાતા અમાનવીય રીતે સંબંધ પણ તોડી નાખવામાં આવેલ છે. રૂપલ ઉપર તો એક ક્રૂર કુદરતનો ઘા અને બીજો આ સ્વાર્થી સમાજ દ્વારા કરવામાં આવેલો કારમો અંગત ઘા એટલે હિંમત હારી ગઈ છે અને ડિપ્રેશનમાં જતી રહેલ છે.છેલ્લા છ મહિનાથી બંને કિડની ફેઇલ થઈ જતા એકાતરા જસદણ થી રાજકોટ ડાયાલિસિસ કરાવવા જવું પડે છે.ડાયાલિસિસ નો ખર્ચ તો આયુષ્યમાન કાર્ડ હોવાથી થતો નથી પરંતુ એકાતરા રાજકોટની મુસાફરી અને આખો દિવસ ડાયાલિસિસની પ્રક્રિયા જે અત્યંત પીડાદાયક અને માનસિક રીતે ભાંગી નાંખનારી બાબતોથી આ દીકરી રૂપલ 30 વર્ષની નાની વયે નાસીપાસ થઈ ગઈ છે આખો પરિવાર પણ છેલ્લા બે વર્ષથી આ અસાધ્ય રોગ માટે ઠેક ઠેકાણે દોડધામ કરીને થાકી ગયા છે.પોતાના એકના એક દીકરાને પરણાવવા ઘરના મકાન બનાવવા,પોતાના ગામડે બોઘરાવદર રહેલ ખેતીની જમીન ૯ વીઘા પણ વેચાઈ ગઈ છે. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ કોઈપણ કાળે ક્યાંય થી આ પરિવારને પોસાય તેમ નથી. ઘરના સભ્યોમાંથી કોઈ એક સભ્ય જેની પણ કિડની મેચ થાય તે આપવા તત્પર છે પરંતુ આ ઓપરેશન માટે કરવાનો થતો લાખો રૂપિયાનો ખર્ચ ક્યાંથી કાઢવો એ હિમાલય જેવડો સવાલે તેના માતા પિતાની રાતની ઊંઘ હરામ કરી દીધી છે. દીકરી રૂપલના પિતા વલ્લભભાઈ ડોબરીયા સ્થાનિક જીનમાં મજૂરી કામ કરે છે.ભાઈ દિવ્યેશ ખાનગી દુકાનમાં નોકરી કરે છે. જમીન પણ વેચાઈ ગઈ છે.આવા સંજોગોમાં માતા ચોધાર આંસુડે નિસાસા ખાઈને કહે છે કે, રૂપલના ભાગ્યમાં લખ્યું હશે જ્યાં સુધી,ત્યાં સુધી જીવશે. બીજું તો અમે શું કરી શકીએ..!
રૂપલ ચૂપચાપ એક ખૂણામાં બેઠી બેઠી એક પણ શબ્દ બોલ્યા વગર બંને આંખમાંથી દડ દડ આંસુડાઓ વહેડાવી બધી વાતો સાંભળી પોતાના ભાગ્યને દોષ દેતી રહે છે.અધૂરામાં પૂરું છેલ્લા આઠ વર્ષથી પોતાની માતા લીલાબેન પણ પેરેલાઈઝડ એટેકનો ભોગ બની જિંદગી જીવી રહ્યા છે. લાખો નિરાશામાં એક જ આશા નું કિરણ પાટીદાર સમાજના ભામાશાઓ છે.જો ફક્ત એક જ અમી નજર સમાજના મોભીઓ ની પડે તો રૂપલ ફરીથી આનંદ કિલ્લોલ કરતી થઈ જાય. રૂપલ ના સંપર્ક અને મદદ માટે ની બેન્ક એકાઉન્ટ ની વિગતો આ સાથે નીચે આપેલી છે ( ભાઇ )દિવ્યેશ વલ્લભભાઈ ડોબરીયા મો. નં.7990028806 બેન્ક એકાઉન્ટ ની વિગતો,
Indian overseas Bank branch : 3394 JASADAN A/C NO. 339401000004470 DOBARIYA RUPAL VALLABHBHAI (IFSC : IOBA0003394)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.