ધંધુકા ધોલેરા હાઇવે ના શ્રી ખોડીયાર મંદિરમાં સોમવારે માટીના શિવલિંગ ની મહાપૂજા નો અનેરો ઉત્સાહ. - At This Time

ધંધુકા ધોલેરા હાઇવે ના શ્રી ખોડીયાર મંદિરમાં સોમવારે માટીના શિવલિંગ ની મહાપૂજા નો અનેરો ઉત્સાહ.


ધંધુકા ધોલેરા હાઇવે ના શ્રી ખોડીયાર મંદિરમાં સોમવારે માટીના શિવલિંગ ની મહાપૂજા નો અનેરો ઉત્સાહ.
1008 થી 5,000 માટીના શિવલિંગને 5000 થી 11000 બીલીપત્ર ચડાવી ભવ્ય પૂજા થાય છે મંદિરના મહંત પરિવાર સાથે પૂજા કરાવે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ધોલેરા હાઈવે પર બિરાજમાન ખોડીયાર માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભવ્ય શિવ પૂજા મંદિરના મહંત શ્રી શાંતિદાસ બાપુ દ્વારા પરિવાર સહિત કરવામાં આવે છે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ મેળવે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ધોલેરા રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદિરમાં મહંત શ્રી શાંતિદાસ બાપુ વર્ષોથી માટીના શિવલિંગની પૂજા કરે છે વર્ષો વર્ષ શ્રાવણ માસમાં 1008 થી 5,000 શિવલીંગ માટીના બનાવે છે શિવલિંગ ને 5,000 થી 11,000 બિલી પણ વિધિ પૂર્વકની પૂજા કરી ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનાના હરેક સોમવારે ભવ્ય શિવ પૂજાના દર્શનને વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે આ પૂજાને પ પ્રાર્થેઘર યુનિ કહે છે પૂજામાં મહંત નો આખો પરિવાર જોડાય છે ધંધુકા શહેરમાં શ્રી ખોડીયાર મંદિરે માટીના શિવલિંગ ની પૂજા આકર્ષક બની છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.