મહાશિવરાત્રી એટલે આત્મનુ ઉન્નતિનું પર્વ: - At This Time

મહાશિવરાત્રી એટલે આત્મનુ ઉન્નતિનું પર્વ:


વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્સવો પાછળ એક ચોક્કસ આધ્યાત્મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્સવો માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે. જીવનને આશા ઉમંગથી ભરી દે છે. હતાશા, નિરાશા, દુઃખ, ચિંતા, અશાંતિ તેમજ આળસ થી માનવીને મુક્ત કરી જીવનમાં નવા પ્રાણ ફૂકે છે. વર્ષ દરમિયાન આવતા અનેક ઉત્સવોમાં શિવરાત્રીનો પર્વનું એક આવવું તેમજ વિશિષ્ટ મહત્વ છે. કારણ કે શિવરાત્રીએ દેવાધિદેવ શિવના અવતરણનો યાદગાર એટલે શિવ જયંતી પર્વ છે. આપણે સૌ જાણીએ છીએ તેમજ સ્વીકારીએ પણ છીએ કે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ જેની પૂજા આદિ સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તે શ્રીકૃષ્ણ, શ્રીરામ, બ્રહ્મા - વિષ્ણુ -શંકર જેવા ત્રિદેવના, દેવોના ગુરુ બ્રહસ્પતિ તેમજ દૈત્યોના ગુરુ શંકરાચાર્યના, રાવણ જેવા રાક્ષસના તેમજ સર્વ ધર્મ સ્થાપકોના હંમેશા આરાધ્ય રહ્યા છે. સર્વ મનુષ્ય આત્માઓના પરમ પિતા પરમાત્મા શિવને અ જન્મા,અકર્તા અભોક્તા, વિદેહી,અને અવ્યક્ત સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા છે. એટલે જ તેમનું કોઈ દૈહિક સ્વરૂપ નથી. તેથી તેને જ્યોતિના પ્રતીક સમાન લિંગની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મહા જ્યોતિ સ્વરૂપ શિવ પરમાત્માના ૧૯૩૬ થી પ્રજાપિતાબ્રહ્માના સાકર વૃદ્ધ તનમાં થયેલ અવતરણ ની યાદગાર રૂપે ઉજવાતી શિવ જયંતીને જ મહાશિવરાત્રી રૂપે મનાવવામાં આવે છે.
શિવરાત્રીમાં રાત્રી શબ્દ ખૂબ જ સૂચક છે. અર્થાત શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે.આ રાત્રિ તે કઈ રાત્રિ? આ સમજવા આપણે પૃથ્વી ધરા પર ભજવાઈ રહેલા અનાદિ અવિનાશી વિશ્વ નાટકના ૫,૦૦૦ વર્ષના ચક્રને સમજવું પડશે. આ ચક્ર બ્રહ્માનો દિવસ ૨,૫૦૦વર્ષ અને બ્રહ્મા ની રાત્રી ૨,૫૦૦ વર્ષ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. બ્રહ્માંના દિવસના બે ભાગ એટલે સતયુગ ૧,૨૫૦ વર્ષ. અને ત્રેતા યુગ ૧,૨૫૦ વર્ષ. અને બ્રહ્મા ની રાતના બે ભાગ એટલે દ્વાપર યુગ ૧,૨૫૦ વર્ષ. અને કળિયુગ ૧,૨૫૦ વર્ષ. એમ ચાર યુગનું સૃષ્ટિ ચક્ર અનાદિ સમયથી ચાલતું આવ્યું છે અને અનંત સુધી ચાલતું રહેશે. આ ચક્રમાં બ્રહ્માનુ દિવસ એટલે સતયુગ ત્રેતા યુગ તે જ્ઞાનરૂપે પ્રકાશ અથવા ઉજાસનું પ્રતીક છે તેમજ બ્રહ્માની રાત્રી એટલે દ્વાપર યુગ, કળિયુગ તે આજ્ઞા અંધકારનું પ્રતીક છે. તેમાં પણ કળિયુગ નો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય અતિ ધર્મ જ્ઞાની નો સમય અતિ ધર્મ ગ્લાનિનો સમય. આ સમયે સમગ્ર વિશ્વમાં દુઃખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા પાપા ચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યાપેલો હોય છે. આવા સમયે સ્વયં પરમાત્મા, ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, સૃષ્ટિ પરિવર્તન અર્થે દિવ્ય અવતરણ કરે છે અને કળિયુગિ દુનિયાનો વિનાશ કરાવી નવી સતયુગી દુનિયાની સ્થાપના કરે છે. અજ્ઞાન રૂપી ઘોર અંધકારના સમયે પરમાત્મા શિવ નું બ્રહ્મા તનમાં અવતરણ થતું હોવાથી શિવરાત્રી કહેવાય છે.
આજના સમય પર નજર કરીએ તો તમે જરૂર સ્વીકાર કરશો કે આજનો આ વર્તમાન સમય એ કળી કાલ નો ઘોર અંધકારનો અંતિમ સમય ચાલી રહ્યો છે. શિવ પરમાત્માનું ૧૯૩૬ માં બ્રહ્માના તનમાં અવતરણ થઈ ચૂક્યું છે. વર્તમાન સમયે જ્યારે તેઓ જ્ઞાન તેમજ યોગની શિક્ષા આપી આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા મહાવીકારોથી મુક્ત કરી દેવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે. ત્યારે શિવરાત્રીનો મહત્વ વધી જાય છે. આ સંદર્ભમાં સાચા અર્થમાં આપણે શિવરાત્રી ત્યારે મનાવી ગણાય કે જ્યારે આપણે વર્તમાન સમયે પરમાત્મા શિવ જે જ્ઞાન યોગની શિક્ષા આપી રહ્યા છે તેને સમજીને, આપણા જીવનમાં દેવી ગુણોને ધારણ કરીને, આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ. શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે શિવ મંદિરમાં જઈ અનેક રીતે પૂજા- અર્ચના કરીએ છીએ. પરંતુ છેલ્લા ૮૭ વર્ષથી બ્રહ્મા ના સાકાર તનમાં દિવ્ય અવતરણ કરી પરમાત્મા શિવ દ્વારા અપાય રહેલા જ્ઞાનયોગની શિક્ષાને સમજી ને આ ક્રિયાઓ કરીશું તો આપણને વધુ લાભકારક થશે.(બ્રહ્માકુમારીઝ - જસદણ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.