મહુવામાં ઠંડીનું જોર ઘટ્યું: મહુવા પંથકમાં લાંબા સમય બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રીને પાર પહોંચતા ઠંડીથી રાહત
મહુવામાં ઠંડીનું જોર ઘટ્યું: મહુવા પંથકમાં લાંબા સમય બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રીને પાર પહોંચતા ઠંડીથી રાહત
સમગ્ર રાજ્ય સાથોસાથ મહુવા પંથકમાં પણ લાંબા સમય સુધી ઠંડી એ કહેર મચાવ્યા બાદ આજ પહેલી જાન્યુઆરીએ લઘુતમ તાપમાનમાં એક થી દોઢ ડિગ્રી જેવો નોંધપાત્ર વધારો થતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળી છે.
સમગ્ર ડિસેમ્બર માસ દરમિયાન મહુવા પંથકમાં કાતિલ ઠંડીનો માહોલ અકબંધ રહ્યો હતો એકાદ દિવસ મહત્તમ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોય તો બીજા કે ત્રીજા જ દિવસે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો થવા સાથોસાથ ઠંડીનું પ્રમાણ પુનઃ હતું એનું એ જ થઈ જતું હતું તો બીજી તરફ પહાડો પરથી સતત ફૂંકાઈ રહેલા હિમ પવનોના કારણે લોકોને ઠંડીમાંથી કોઈ જ રાહત મળતી ન હતી, ડિસેમ્બર માસમાં જ ત્રણેક વખત લઘુત્તમ તાપમાન નો પારો 12 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો તે સમયે પણ લોકોને લાગી રહ્યું હતું કે હજુ પણ ઠંડી કહેર મચાવશે સતત ઠંડીના માહોલના કારણે જાહેર જનજીવન પણ પ્રભાવિત થયું હતું તો બીજી તરફ લોકોના આરોગ્ય પર પણ કાતિલ ઠંડીની અસરો જોવા મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.