વંથલી શહેર માં પાણી પ્રશ્ને નગર પાલિકા કચેરી એ હલ્લાબોલ મચાવતી મહિલાઓ : ચીફ ઓફિસર ગેર હાજર હોય રજુઆત કરવી કોને..?? ફરિયાદીઓ ને મુંઝવતો પ્રશ્ન
વંથલી શહેર માં છેલ્લા ઘણા સમયથી ગંધાતું પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતા આજે વોર્ડ નં 3ની બહેનો નગર પાલિકા કચેરી ખાતે આવી રોષ ઠાલવ્યો હતો પણ વહીવટી વડા ચીફ ઓફિસર ગેર હાજર હોય બહેનોએ હલ્લાબોલ કરી આક્રમક રજૂઆત કરી હતી
વંથલી શહેર માં છેલ્લા ઘણા સમયથી ગટર નું ગંધાતું પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાના પગલે પાણી જન્ય અને ચામડી નાં રોગો વધી રહ્યા છે આ માટે જવાબદાર કોણ??? તેવો પ્રશ્ન પૂછી મહિલાઓ એ કચેરીએ હલ્લાબોલ કરી રોષ ઠાલવ્યો હતો.
રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
