દારૂબંધીની વાતો વચ્ચે દારૂનો નાશ કરાયો: જસદણ પોલીસે દોઢ વર્ષ મા ઝડપૅલ રૂ.46.45 લાખના વિદેશી દારૂ-બીયર પર બુલડોઝર ફેરવ્યું - At This Time

દારૂબંધીની વાતો વચ્ચે દારૂનો નાશ કરાયો: જસદણ પોલીસે દોઢ વર્ષ મા ઝડપૅલ રૂ.46.45 લાખના વિદેશી દારૂ-બીયર પર બુલડોઝર ફેરવ્યું


દારૂબંધીની વાતો વચ્ચે દારૂનો નાશ કરાયો: જસદણ પોલીસે દોઢ વર્ષ મા ઝડપૅલ રૂ.46.45 લાખના વિદેશી દારૂ-બીયર પર બુલડોઝર ફેરવ્યું.

- જસદણ, આટકોટ, ભાડલા, વિંછીયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ લાખૉનૉ વિદેશી દારૂનૉ નાશ કરાતા દારૂની સૉડમ ફૅલાતા લૉકૉ મૉઢૅ રૂમાલ સાથૅ તૉ પ્યાસી ઑના મૉઢામા પાણી આવી ગયા હૉવાની રમુજી લૉક ચર્યા

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષે ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. જસદણ જ નહી પરંતુ આખા ગુજરાતમાં દારૂબંધી છે તે કહેવાની અહિયાં જરૂર જણાતી નથી. તેમ છતાં જેટલી મોટી માત્રામાં જસદણ વિસ્તારમાંથી દારૂ-બીયરનો જથ્થો પકડાઈ રહ્યો છે તેને જોતા આ વાત વારંવાર દોહરાવવી પડી રહી છે. એકંદરે જસદણ વિસ્તારમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવી રીતે બુટલેગરો મોટી સંખ્યામાં દારૂ ઘુસાડીને પ્યાસીઓ સુધી પહોંચાડી રહ્યા છે. જો કે સાબદા પોલીસ તંત્ર દ્વારા મોટાભાગનો દારૂ પકડી લેવામાં આવે છે. ત્યારે જસદણ તાલુકા પોલીસ મથક હેઠળ આવતા આટકોટ, ભાડલા, વિંછીયા અને જસદણ શહેર મળી કુલ ચાર પોલીસ સ્ટેશનમાં દોઢેક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં જસદણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 6161 નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.14,28,160 અને આટકોટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 5410 નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.12,81,850 તથા ભાડલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 264 નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.66,125 તેમજ વિંછીયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 5255 નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.18,69,740 મળી કુલ 17,090 નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.46,45,875 ની કિંમતના વિદેશી દારૂ-બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જસદણના વિંછીયા રોડ પર આવેલ બંધ રેલ્વે સ્ટેશનની ખરાબાની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જ્યાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, ડીવાયએસપી કે.જી.ઝાલા, મામલતદાર, નશાબંધી અધિકારી, જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી.જાની તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.