સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ દાહોદ જિલ્લો - At This Time

સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ દાહોદ જિલ્લો


સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ દાહોદ જિલ્લો

દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામમાં નદી ના કિનારા ની સફાઈ કરવામાં આવી

દાહોદ-શુક્રવાર- રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' હાથ ધરવામાં આવી રહી છે
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા દેવગઢ બારીયા તાલુકાના વાંદર નદીના કિનારા ની સફાઈ કરાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે ગુજરાતને સ્વચ્છ અને રળીયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા: સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવ્યો છે સંવાદદાતા દિનેશભાઈ પરમાર દાહોદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.