સરદાર સરોવર નું પુર માનવ સર્જીત આફત ભાજપ સરકાર નો રાષ્ટ્રવાદ એ એક લઠ્ઠા જેવો નશો છે  પિયકકર બનાવે અને અંધ બનાવે.  ૧૬ રાજ્ય માં ભાજપ સરકાર છતાં એકપણ મહિલા મુખ્ય મંત્રી કેમ નહિ ? આતે કેવું મહિલા શશક્તિકરણ ? - At This Time

સરદાર સરોવર નું પુર માનવ સર્જીત આફત ભાજપ સરકાર નો રાષ્ટ્રવાદ એ એક લઠ્ઠા જેવો નશો છે  પિયકકર બનાવે અને અંધ બનાવે.  ૧૬ રાજ્ય માં ભાજપ સરકાર છતાં એકપણ મહિલા મુખ્ય મંત્રી કેમ નહિ ? આતે કેવું મહિલા શશક્તિકરણ ?


ભાજપ સરકાર નો રાષ્ટ્રવાદ એ એક લઠ્ઠા જેવો નશો છે  પિયકકર બનાવે અને અંધ બનાવે.દેશ ના ૧૬ રાજ્ય માં ભાજપ સરકાર છતાં એકપણ મહિલા મુખ્ય મંત્રી કેમ નહિ ? આતે કેવું મહિલા શશક્તિકરણ ?
છેતરપિંડી ના જમાના માં સત્ય કહેવું એ ક્રાંતિકારી કૃત્ય છે જ્યોર્જ ઓરવેલ
હરામખોર લોકો ના યુગ માં સત્ય કહેવું ઘણીવાર દેશદ્રોહી બનાવે છે લીલીયમ હેલ્માન 
ખોટું થતું હોય અને સજનનો નું છુપ રહેવું એ સૌથી મોટી સામાજિક નુકશાની છે 

તાજેતર માં માનવ સર્જિત પુર આફત મુદ્દે પ્રબુદ્ધ પાકટ ગણાતા રાજ્યસભા ના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ત્રણ જિલ્લા માં સરદાર સરોવર બંધ નર્મદા પુર દુર્ઘટના એ માનવ સર્જિત છે વાત પણ સાચી છે મધ્યપ્રદેશ માં વરસાદ શરૂ હોય તેના ત્રણ દિવસ સુધી સબંધ કરતા તંત્ર ને ચેતવણી મળી હોય તેમ છતાં વ્હાલા થવા ની વૃત્તિ એ વિનાશ કરવો એ રાક્ષસી કૃત્ય છે ૧૫ તરીખે વરસાદ શરૂ હોય તેનું પાણી ગુજરાત ના સરદાર સરોવર ડેમ માં આવે તેમ હોવા છતાં છલોછલ પુરી ૧૩૮ મીટર ની સંગ્રહ ક્ષમતા સુધી ભરી વધામણાં કરવા ની શુ જરૂર પડી ? આવું ગાંડપણ કેમ? કોની ખુશામત કરવા અને વ્હાલા થવા આટલી જાન માલ નું જોખમ કેમ લેવાયું ? આની માટે કોણ જવાબદાર ? ગુજરાત રાજ્ય માં અતિ ભારે વરસાદ નથી થયો તેમ છતાં બીજા રાજ્ય ના વરસાદ નું પાણી ગુજરાત સ્થિત સરદાર સરોવર મારફતે નર્મદા માં આવે તેના માટે દુરંદેશી વ્યવસ્થા તંત્ર સુસજ્જ કેમ ન રહ્યું ? ક્યાં ગઈ હતી ડબલ એન્જીન સરકાર ક્યાં હતી મૃદુ અને મક્કમ દાદા ની દ્રષ્ટી ? હજારો અબોલ જીવો ના અકાળ મોત કરોડો ની ખાનગી સંપત્તિ ખેતી ની જમીન ધોવાણ ઉપજ નિજપ નાશ પામી આના માટે કોણ જવાબદાર ? દીર્ઘદ્રષ્ટા મૃદુ અને મક્કમ નેતા ઓ શુ કરતા હતા ?  ગુજરાત માં લોકશાળી ને ગૂંગળાવી મારવા નો પરવાનો કોણે આપ્યો ? ભાજપ સરકાર નો રાષ્ટ્રવાદ એ એક એવો લઠ્ઠા જેવો નશો છે પિયકકર બનાવે અને અંધ બનાવી મારી નાખે છે સતાનશીન સરકાર ને ટીકા  પસંદ હોતી નથી અને ખુશામત માટે તરફડે છે કરોડો ના ખર્ચે મહાત્મા મંદિર બંને પણ આંગણવાડી નો એકપણ ઓરડા ના બને અબજો નું ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર આવે ગુજરાત ના ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી સહેલાઇ થી મળતી શેતાની શોધ દેશી દારૂ એન્ટી બાયોટિક સીરપ મળે છતાં ગુજરાત માં દારૂ બંધી ?ભાજપ સરકાર નો રાષ્ટ્રવાદ એ એક એવો નશો એ પિયકકર લઠ્ઠા ના વ્યશની બની ચૂકેલ અંધભક્તો નો કાયમ કેફ માં રહે છે એકની એક વાત વારંવાર કરવા ની ટેવ જેમ અજબ ગજબ નો આતે કેવો રાષ્ટ્રવાદ ? ઘેર ઘેર ત્રિરંગા પહોંચાડનાર વર્ષો સુધી ત્રિરંગા નો વિરોધ કરતા આવ્યા મહિલા અનામત બિલ મુદ્દે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરતા ભક્તો આ બિલ કઈ સાલ માં કોણ લાવ્યું ? એ પણ જાણવું જોઈ આ બિલ લોકસભા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ થી લાગુ કરશે ? રસિયા યુક્રેન યુદ્ધ વખતે રાષ્ટ્ર ધ્વજ દર્શાવી સલામતી અનુભવતા હતા તેવી સ્થિતિ કેનેડા માં ભારતીયો ની સલામતી માટે કરો ને અમેરિકા ના વ્હાઇટ હાઉસ માં ગરબા રમાડી દેનાર વિશ્વ નેતા મણીપુર માં ગરબા ન રમાડી શકે ? દેશ ના ૧૬ રાજ્ય માં ભાજપ ની સરકાર છે મહિલાસશક્તિ કરણ ની દુહાઈ દેતા રાષ્ટ્રવાદી નેતા ઓ ૧૬ ભાજપ શાસક રાજ્ય માં મહિલા મુખ્ય મંત્રી કેમ નહિ બનાવતા હોય ? આતે તે કેવું મહિલા શશક્તિ કરણ ? ઘણા અંધ ભક્તો રોડ રસ્તા પ્રાથમિક સુવિધા શિક્ષણ આરોગ્ય ની ફરિયાદ ને દેશ વિરોધી ગણી રહ્યા છે આવું કેમ ? શુ પ્રાથમિક સુવિધા દેશ વાસી ઓનો બંધારણીય હક્ક અધિકાર નથી ? રાષ્ટ્રવાદ ના નામે કેટકેટલી અફવા ક્યાં સુધી પ્રાથમિક સુવિધા ની માંગ કરવી અપરાધ કે દેશ વિરોધી કૃત્ય છે ? પાછા થવા ને બદલે પ્રમોશન પામતા રહે છે અંધભક્તો રાષ્ટ્રવાદ નો લઠ્ઠો પી ગયા હશે ? 

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.