જામજોધપુર ના તરસાઈ ગામે હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું - At This Time

જામજોધપુર ના તરસાઈ ગામે હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું


આગામી રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને અનુલક્ષીને જામજોધપુર તાલુકામાં આવેલ તરસાઈ ગામમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તરસાઈ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. આ ઉપરાંત શાળા પરિવાર દ્વારા ભૂલકાંઓ માટે ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સર્વે ભૂલકાંઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યકમના આયોજન બદલ તાલુકા વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત, શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image