ડભોઇ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત ઠાકોરોનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
આવનારી વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ડભોઇ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ અજીત ઠાકોરના નામની ગઈકાલે જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે આમ આદમીના પાર્ટીના કાર્યકરો અને ઠાકોર સમાજના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
આજરોજ અજીત ઠાકોર ડભોઇના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ડભોઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ 'અજીતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ' ના નારા સાથે ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આમ આદમીના કાર્યકરો સાથે તેમને આગામી ચૂંટણી અંગેની રણનીતિ નક્કી કરવા માટે તાબડતોડ બેઠકો બોલાવી હતી. અને આજથી જ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિજય બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં અજીત ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રના લોકો સાથે જોડાયેલા છે અને પાયાના સમાજસેવક છે. તેઓ અસંખ્ય સામાજિક સંગઠનો સાથે પણ જોડાયેલા છે. ઠાકોર સમાજના પાયાના કાર્યકર છે. તેઓએ અનેક સેવાભાવી કાર્યો ભૂતકાળમાં કર્યા છે. જેથી તેઓ આ બેઠક ઉપરની ચૂંટણીમાં હરીફોને જોરદાર ટક્કર આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.