બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે અક્ષરબ્રહ્મના વધામણા કરવામાં આવ્યા. - At This Time

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે અક્ષરબ્રહ્મના વધામણા કરવામાં આવ્યા.


અરવલ્લી જિલ્લાના ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષરબ્રહ્મની ચલ મૂર્તિના વધામણા કરવામાં આવ્યા. બીએપીએસ સંસ્થા અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંત ને અનુસરનારી છે. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બંને સાથે હોય તો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત મૂર્તિમાન બતાવી અને સમજાવી શકાય. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજને આ અંજલી છે એમને ભેટ કરવી છે ને કાયમની જોડ બાંધી આપી છે. મહારાજ રાજી રાજી થઈ જશે અને અક્ષર અને પુરુષોત્તમની જોડ હવે કાયમ ભેગા નીકળશે અને અનંતના કલ્યાણ કરશે. મહંત સ્વામી મહારાજે 2020 માં આ મૂર્તિઓ બનાવવા માટે પ્લાનિંગ કરતા પહેલા ડીટેલમાં મૂર્તિ દોરાવી પછી માટીના બીબા તૈયાર કરાવ્યા પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરતા ગુણાતીતાનંદની મૂર્તિ એક દોરો નાની રાખવી મહારાજની મૂર્તિ કરતા દૃષ્ટિ સહેજ નીચી રાખવી જેનાથી દાસ ભાવ પ્રગટ થાય.
રથયાત્રાના પવિત્ર દિવસે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, હિમતનગર એક્સ એમ.એલ.એ.મહેન્દ્રસિંહ બારૈયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ ઉપસ્થિત રહી અક્ષરબ્રહ્મના વધામણા કરવામાં આવ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી રથયાત્રા સ્વરૂપે મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. અક્ષરબ્રહ્મના વધામણામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો હરિભક્તો ગુણભાવી ભાઈઓ બહેનો બાળકો તમામ રથયાત્રામાં જોડાયા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.