અતિવૃષ્ટિ સહાય પેકેજ માં અમરેલી જિલ્લા ના ખેડૂતો નો સમાવેશ કરો ની માંગ સાથે કલેકટર કચેરી સમક્ષ ધરણા યોજાયા
અતિવૃષ્ટિ સહાય પેકેજ માં અમરેલી જિલ્લા ના ખેડૂતો નો સમાવેશ કરો ની માંગ સાથે કલેકટર કચેરી સમક્ષ ધરણા યોજાયા
માંગ નહિ સંતોષાય તો દરેક તાલુકા મથકે હલ્લાબોલ કાર્યક્રમ યોજિશું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દુધાત ની ચીમકી
અમરેલી જિલ્લા માં અતિવૃષ્ટિ સહાય પેકેજ માં જિલ્લા ના ખેડૂતો નો સમાવેશ કરવા ની બુલંદ માંગ સાથે પ્રતીક ધરણા કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ સહાય પેકેજમા અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી જેથી અમરેલી જિલ્લા ને સહાય પેકેજ આપવા માટે માંગ કરવા જિલ્લા કલેકટર કચેરી ખાતે સવાર ના ૯-૦૦ થી જિલ્લા ભર માંથી ખેડૂતો ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ પક્ષ ના નેતા ઓના નેતૃત્વ માં ઘરણા યોજાયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિત અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ ધરણા માં દુધાત દ્વારા ચીમકી ઉચ્ચરી અતિવૃષ્ટિ ની સહાય પેકેટ માં અમરેલી જિલ્લા ના ખેડૂતો નો સમાવેશ નહિ કરાય તો દરેક તાલુકા મથકો એ હલ્લાબોલ કાર્યક્રમો આપીશુ તેમ જણાવ્યું હતું અતિવૃષ્ટિ થી પાયમાલ થયેલ ખેડૂતો એ ખૂબ મોટી સંખ્યા માં ઘરણા કાર્યક્રમ માં દિવસ દરમ્યાન હાજરી આપી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.