ગઢડા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા 19 વર્ષના દાંપત્યજીવનને કાઉન્સિલિંગ દ્વારા તૂટતું બચાવાયું - At This Time

ગઢડા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા 19 વર્ષના દાંપત્યજીવનને કાઉન્સિલિંગ દ્વારા તૂટતું બચાવાયું


ગઢડા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા 19 વર્ષના દાંપત્યજીવનને કાઉન્સિલિંગ દ્વારા તૂટતું બચાવાયું

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મનસુરી,દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ જાડેજા ના માર્ગદર્શન અન્વયે કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા 19 વર્ષના દાંપત્યજીવનને કાઉન્સિલિંગ દ્વારા તૂટતું બચાવવા મદદરૂપ થયેલ અરજદારના લગ્નને 19 વર્ષ થયેલા અને 14 વર્ષની દીકરી અને 13 વર્ષનો દીકરો છે અરજદાર લગ્ન પ્રસંગ હોવાથી તેમજ ગાયનેક પ્રોબ્લેમ હોવાથી દવા લેવાના હેતુસર એક અઠવાડિયા પહેલા પિયરમાં ગયેલ ત્યાંથી આજે સવારે પરત આવતા અરજદારના પતિ અને સાસુએ થેલા ફળિયામાં જ મુકવા જણાવેલ તેમજ તેનો ભાઈ લખાણ આપે તો જ ઘરમાં આવવા દેશે તેવું જણાવેલ પરંતુ અરજદારના ભાઈનો સપોર્ટ ન હોવાથી અને બીજું કોઈ સપોર્ટ કરે તેવું ન હોવાથી અરજદાર સવારમાં સેન્ટર પર આવેલ અને પતિ અને સાસુને સમજાવવા માટે જણાવેલ જેથી pbsc દ્વારા ફોન કાઉન્સિલિંગથી સાસુ પતિ અને આગેવાનો સાથે ચર્ચા કરેલ તેમજ અરજદારના પતિ અને આગેવાનોને સેન્ટર પર ગ્રુપ મીટીંગ માટે બોલાવી સમસ્યા સંદર્ભે ચર્ચા કરેલ તેમજ અરજદારના પતિ હવે તેના પર શંકા નહીં કરે,ગાયનેક ડોક્ટરને બતાવી રેગ્યુલર દવા કરાવવા તેમજ ઘરમાં પણ સાથ સહકારથી રહેવા અને મહિલાલક્ષી કાયદાની વિશે માગૅદશૅન આપેલ.અરજદાર સમાધાન કરી ઘરે જવા ઈચ્છતા હોવાથી તેમના પતિ પાસે બાહેધરી પત્રક લઈ ચાલુ કેસ દરમિયાન સમાધાન કરી સેન્ટર પરથી ઘરે ગયેલ જેમાં સેન્ટરના બંને કાઉન્સિલર નિતાબેન ભેડા અને ગોરલબેન સોલંકી તેમજ she ટીમનો આભાર વ્યક્ત કરેલ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.