નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે “Integrated Wellness Camp” નું આયોજન કરાયુ*
*નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે "Integrated Wellness Camp" નું આયોજન કરાયુ*
***********
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,ગુજરાત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો(જેલ,મહિલા કેંદ્ર અને બાળગૃહો)માટે ખાસ ઝુંબેશ" Integrated Wellness Camp" કરવાનું નક્કી કરવામાંઆવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીશ્રીનાં માર્ગદશન હેઠળ નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે "Integrated Wellness Camp" નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ એક નિશ્ચિત સમય મર્યાદામાં એચ.આઇ.વી, ટી.બી, હેપેટાઇટિસ બી અને સી તેમજ સિફિલીસ રોગ વિશે જાગૃતતા, સ્ક્રીનીંગ અને સારવાર કરાવવાનો છે. આ કેમ્પમાં નારી સંરક્ષણ કેન્દ્રની તમામ અંતેવાસી બહેનોને અને સ્ટાફને TB,HIV,Syphilis,Hepatitis B&C રોગો વિશે માહિતી આપવામાં આપી સ્ક્રિનીંગ કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
આ કેમ્પમાં જેમાં નારી સંરક્ષણ કેન્દ્ર મેનેજરશ્રી દિપ્તી પરમાર, ICTC કાઉન્સેલર રણવીરસિંહ સિસોદિયા, લેબ ટેકનિશીયન કિંજલ પટેલ, GSNP+ માંથી ઉર્વશીબેન હાજર રહ્યા હતા.
*******************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.