ખરીદી અને છે સોમનાથ કાર્તિકી મેળમાં રાજકોટ મધયસ્થ જેલના ગરમા-ગરમ ભજીયાં લોકોની દાઢે વળગ્યાં - At This Time

ખરીદી અને છે સોમનાથ કાર્તિકી મેળમાં રાજકોટ મધયસ્થ જેલના ગરમા-ગરમ ભજીયાં લોકોની દાઢે વળગ્યાં


ખરીદી અને છે સોમનાથ કાર્તિકી મેળમાં રાજકોટ મધયસ્થ જેલના ગરમા-ગરમ ભજીયાં લોકોની દાઢે વળગ્યાં

ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મેળા રસિકોને રાજકોટ મધ્યસ્થ જેઇલના પાકા કામના બંદીવાન કેદીઓ દ્વારા બનતા ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયાં મેળા મુલાકાતીઓ માટે અનેરું આર્કપણ બન્યાં છે.

રાજય જેઈલ અધિક પોલિસ મહાનિર્દેશક ડોકટર કે.એલ.રાવ- અમદાવાદના માર્ગદર્શન અનુસાર રાજકોટ જેઇલ સુપ્રી.એન.એસ લુહાર તેમજ જેઇલ ઉદ્યોગ ફેંટરી મેનેજર સી.એમ.પરમાર, જેલર અમીત પાડલીયાન માર્ગદર્શન- સંચાલન તળે સોમનાથના મેળામાં ૧૪ બંદીજનો અને કર્મચારીઓ આ સ્ટોલ ઉપર કાર્યરત છે.

આ સ્ટેપણ ી હાથકડી પહેરા વગર આ બંદીજનો સામાન્ય સ્ટોલવાળાઓની જેમજ ગરમાગરમ ભજીયા બનાવતા, વહેંચતા અને બનાવવા માટે ચણાના લોટનો પીંડો બનાવતા કે ઝીણી-ઝીણી મેથીની ભાજીના પાનને સમારતા કે ગ્રાહકોને તૈયર ભજીયાના પડીકા બાંધતાં કે વિશાળ કડકડતા તેલના કડામાં ભજીયા તળતા આ બધા ય હાલ સજા ભોગવી રહેલ પાકા કામના કેદીઓ છે. આમ છતાં કોઇ તે સ્થળે લાવવાનો ગેરલાભ

લઇને ભાગતું નથી. આવું આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના યુગમાં વ્હી શાંતારામની ફિલ્મમા જોયુ હતું. પણ તે તો ફિલ્મ હતી ત્યારે અહીં આપણે રૂબરૂ જીવંત વિશ્વાસની ઘટના જોઇએ છીએ.

બ્લેક એન્ડ વ્હાઈટ યુગની વહી શાંતારામની स्भि हो.... भांजे... भा२......... हाथ... मे રીલ લાઈફ હતી, જયારે આહીં છે રીયલ લાઈફ

સી.એમ.પરમાર કહે છે. આ સ્ટોલમાં શુધ્ધ કવોલીટી તેલ, સારું બેસન, તાજા મેથી-મરચાં-ધાણા ગરમ-મસાલા સાથે ગુણવતા યુકત ભજીયાં લોકોને પીરસાય છે.

આ વરસે અમો ભજીયાં બનાવવાનું મશીન પણ લાવ્યા છીએ જેમાં બેસન કણક બાંધીને મુકી દેવાય તો એક-એક ક્ષણે એકી સાથે પંદર ભજીયાં તવામાં બનવા પડે. ફકત હેન્ડલ દબાવવું પડે. આ ભજીયા હાઉસમાં કેવા

બંદીજનો પસંદ કરાય છે તે અંગે ફેકટરી મેનેડર પરમાર કહે છે કોઈપણ જાતનો જેઈલ કાનુનનો ભંગ ન કર્યો હોય બે ફર્લો રજા ભોગવેલ હોય પરંતુ ફરી પાછા જેઇલમાં હાજર થઇ ગયા હોય અને પચાસ ટકાથી વધુ સજા ભરાઇ ગઇ હોય અને ભરોસો સંપાદન કર્યો હોય તે લોકોને

રસ-રૂચી અને સ્વનિર્ભરતા અને જેઇલ મુકિત પછી સારું જીવનજીવી સ્વરોજગાર મેળવી શકે તેવા શુભ હેતુથી નિયમાનુસાર પસંદગી કરાય છે.

રાજકોટ જેઇલમાં ઉદ્યોગ વિભાગમાં ખાકી કાપડ બનાવવું, દરજીકામ, બેકરી ઉદ્યોગ શીખવી જેઈલમાંથી સજા પૂરી થયે મુકત થતા કેદીઓ સમાજમાં સન્માન પૂર્વક જીવનજીવે તે માટે પ્રયાસો કરાય છે. એટલું જ નહીં કેટલાક લાયક મુકત થતા કેદીઓને જેઇલ મુકત થયા બાદ નોકરી રાખતી કંપનીને ખાનગી કંપનીને સારો અભિપ્રાય આપી નોકરી પણ અપાવી સમાજના સારા રસ્તે વાળ્યા છે.

મેળાના ભજીયાના સ્ટોલનું આર્કપણ કારણે ખરીદી માટે લાઇનો પણ લાગે છે અને વેઇટીંગ પણ રહેવું પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.