પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ. - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ.


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુર ગામના ખાંટ મધુબેન સહિત જિલ્લાના ૪૭૯૮ લાભાર્થીઓને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહૂર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યું. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુર ગામના ખાંટ મધુબેન જયેશભાઈને ત્યાં લાઈવ ટેલિકાસ્ટ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને લાલપુર ગામના લોકો તેમજ લાભાર્થીઓએ આ કાર્યક્રમને નિહાળ્યો.

લાલપુર ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, DRDA ડાયરેક્ટર શ્રી આર. એન. કુચારા અને બાયડ પ્રાંત અધિકારી શ્રી ભાર્ગવ પટેલ સાથે અન્ય સબંધિત કર્મચારીઓ તેમજ ગામ લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.