મહિસાગર :સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કલેકટરશ્રી ની કચેરી મહિસાગર લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કલેકટરશ્રી ની કચેરી મહિસાગર લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સુશાસન સપ્તાહ-૨૦૨૨ પ્રશાસન ગાંવ કી ઓર અંતર્ગત કલેકટરશ્રીની કચેરી, લુણાવાડા ખાતે જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટરશ્રી ભાવિનભાઈ પંડ્યાએ સબોંધન કરતા જણાવ્યું હતું કે, જનહિતના વિવિધ કામો છેવાડાના માનવીને પણ સરળતાથી મળી રહે તે હેતુ સાથે કામગીરી કરવી.
રાત્રિસભા યોજી ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી લોકોના પ્રશ્નો સાંભળી તેમનો નિકાલ કરવામાં આવે,
મહીસાગર જિલ્લાના નાગરિકો વિવિધ યોજનાનો લાભ મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે દિશામાં આગળ વધીએ તથા રાત્રીસભાના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ.
આ ઉપરાંત મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની મહીસાગર જિલ્લામાં ચાલી રહેલ યોજનાઓનું પ્રેઝન્ટેશન કલેક્ટરશ્રી અને ઉપસ્થિત અધિકારીઓએ નિહાળ્યું હતું
કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકરીશ્રી દ્વારા કોવિડ ૧૯ પ્રવર્તમાન પરિસ્થિતિ , ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, રસીકરણ, કોવિડ વર્તણૂક,PSA પ્લાન્ટ, આઇસોલેશન બેડ ,RTPCR લેબ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના સુશાસન દિવસ કાર્યક્રમને ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓ વર્ચ્યુઅલી નિહાળ્યો તથા સુશાસન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવ્યું હતું.
આ બેઠકમાં પોલીસ વડા શ્રી આર પી બારોટ, અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટા, પ્રાંત અધિકારીશ્રીઓ, ખેતીવાડી અધિકારીશ્રી, આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સહિત દરેક વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.