કડોદરા પી.આઈ.ની પોસ્ટ સંગીત ખુરશીની રમત બની,વધુ એક પી.આઈ.ની બદલી
સુરત જિલ્લામાં હાલ પોલીસ માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે સુરત જિલ્લાના મહત્વના ગણાતા કડોદરા પોલીસ સ્ટેશનના પી.આઈની ખુરશી સંગીત ખુરશી સાબિત થઈ રહી છે ફરી એકવાર કડોદરાના ઇન્ચાર્જ પી.આઈની બદલી કરી તેમની જગ્યાએ અન્ય પી.આઈ.ને હંગામી ધોરણે ચાર્જ આપતા ચર્ચાનો વિષય બન્યો છે આમ તો સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વિકટ પરિસ્થિતિમાં છે એમ કહેવું ખોટું નથી જે રીતે ઘરફોડ ચોરી લુંટની ઘટના બની રહી છે એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એક સમય એવો હતો જિલ્લામાં અધિકારીઓનો દુકાળ હતો હમણાં જિલ્લામાં પી.આઈ. કક્ષાના અધિકારીઓની અતિવૃષ્ટિ છે એમ કહેવું ખોટું નથી જિલ્લામાં 18 જેટલા પી.આઈ.છે છતાં જિલ્લામાં કેટલીક બાબતો પોલીસ માટે પડકાર છે સૌથી મહત્વની બાબત અહીં તસ્કરોનો આતંક છે બીજી તરફ ચોરી લુંટના ગુનાના ભેદો ઉકેલવા બાબતે પોલીસનો ગ્રાફ તદ્દન નીચો છે એ પણ એક હકીકત છે આવી પરિસ્થિતિમાં કડોદરા પોલીસ સ્ટેશન જે જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનમાંનું એક છે અહીં ઘણા લાંબા સમયથી કાયમી પી.આઇ.ની નિમણૂક નથી થઈ કડોદરા પી.આઈ એ.પી.ભ્રમભટ્ટ સસ્પેન્ડ થયા હતા ત્યારે એસ.ઓ.જી.પી.આઈ કે.જે.ધડુંકને કડોદરા પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો હતો તે સમય થી અહીં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જથી ચાલી રહ્યું છે અને ત્યાર પોલીસનું આંતરિક રાજકારણ કહો કે ઉચ્ચ અધિકારીની નિરસતા કડોદરાને કાયમી પી.આઈ મળ્યા નથી ધડુક બાદ એચ.બી.પટેલને કડોદરાનો ચાર્જ આપવામાં આવ્યો હતો જોકે અહીં પણ થોડા સમય બાદ ટ્રેઇની IPS બીશાખા જૈનને કડોદરા પોલીસ સ્ટેશન નો ચાર્જ આપવામાં આવ્યો હતો એચ.બી.પટેલને માંડવી પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો હતો આવા સમયે અહીં પી.એસ.આઈ.એ.બી.મોરીએ કાંડ કરી નાખ્યો ફરી એક પી.આઈ.ઇશરાનીને મદદમાં મુક્યા હતા પરંતુ એ પણ લાંબા સમય માટે ટક્યા નહીં તેમની બદલી કરી નાખી ફરી એકવાર બીશાખા જૈનનો ટ્રેનીંગનો સમય પૂરો થતાં એચ.બી.ગોહીલને કડોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે હવાલો આપ્યો હતો હવે ફરી એકવાર ગોહીલને ખસેડી ઇન્ચાર્જ પી.આઈ. તરીકે આર.એસ. પટેલનો ઓડર કર્યો છે મહત્વની બાબત એ છે કે કોઈ કાયમી અધિકારી નહી મળતા કડોદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સહિતની કામગરી પર અસર પડી રહી છે એક અધિકારીને ચાર્જ આપવા આવે કડોદરા વિસ્તારને સમજે તે પહેલા જ બદલી થઈ જાય છે પ્રજા પણ અધિકારીને સમજે એ પહેલાં અધિકારી બદલાય જાય છે એટલે પોલીસ સ્ટેશનની ખુરશી સંગીત ખુરશી બની છે આ વિસ્તારના રાજકીય નેતા તો પાંગણા છે જ કે વિસ્તારમાં એક પી.આઈ. કાયમી લાવી શકતા નથી અને એવા સમયે કે જયારે જિલ્લામાં મહેકમ કરતા પણ વધુ પી.આઈ.હાજર છે જિલ્લા પોલીસ વડા પણ આ બાબતે વિચારવું રહ્યુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.