પોષણમાહ” અંર્તગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરીની અધ્યકક્ષતામાં પત્રકારો હેતુ સંવેદીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું
પોષણમાહ” અંર્તગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરીની અધ્યકક્ષતામાં પત્રકારો હેતુ સંવેદીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું
000000000
પોષણને લઈ સામાજિક ઈન્ફાસ્ટ્રક્ચર પ્રત્યે નાગરિકોનો વ્યુહ બદલવો જરૂરી - જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી
ભરૂચ, માહિતિ બ્યુરો, બુધવાર: જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે બાળ અને કિશોરોના આરોગ્ય અને પોષણ અંગે ચર્ચા કરવા માટે પત્રકારો હેતુ સંવેદીકરણ કાર્યક્રમ મીડિયા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટ (GHSi) અને કાકા-બા હોસ્પિટલ અને જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમલીકરણ અધિકારીઓ, પ્રાઈવેટ સંસ્થાઓના સહયોગથી સરકારી યોજનાઓનું વધારેમાં વધારે મેકેનિઝમ કરી વધુમાં બહોળા પ્રમાણમા લોકો સુધી પહોચવા અને આરોગ્ય સેવાઓને મજબૂત કરવા સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ મીડિયા વર્કશોપમાં બાળકોમાં પોષણને લગતી માહિતી અને પ્રોજેકટ સાહસની જાણકારી આપવામાં આવી હતી. સશક્ત મહિલા, સાક્ષર બાળક , સ્વસ્થ ભારતના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રોજેકટ સાહસ અંતર્ગત પોષણ માસની 2022 ની ઉજવણી પણ કરવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, પોષણને લઈ સામાજિક ઈન્ફાસ્ટ્રક્ચર પ્રત્યે નાગરિકો પોતાનો વ્યુહ બદલે એ જરૂરી છે. જનરલ અવરનેશમાં પોષણની પરિભાષામાં ન્યુટ્રિશન પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. માતા- પિતા જંક ફુડની જગ્યાએ પરંપરાગત ખોરાક બાળકને ખવડાવે તો સંર્વાગી વિકાસનું સૂત્ર સાર્થક થાય તેમ છે. લોક સુધી સંર્વાગી વિકાસની માહિતી માટે મિડીયાનો રોલ ઘણો મહત્વનો છે.
પ્રોજેક્ટ SAAHAS - આરોગ્ય સેવાઓની ઍક્સેસ અને જાગૃતિને મજબૂત બનાવવી - આરોગ્ય, શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ સેવાઓના વિભાગો સાથે, મુખ્ય આરોગ્ય યોજનાઓને પુનઃસક્રિય કરવા,તમામ બાળકો અને કિશોરોને આરોગ્ય સેવાઓ અને પોષણ પૂરકની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં જાગરૂકતા પેદા કરવા અને પ્રોગ્રામમાં સતત સમુદાય જોડાણ બનાવવા માટે પરંપરાગત અને નવીન સંચાર વ્યૂહરચનાઓનો લાભ મળ્યો છે.
આ પ્રસંગે, ઇન્દ્રશીલ કાકા- બા હોસ્પિટલના ડો.ભરત ચાંપાનેરિયા, ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. અનુજ ધોષ, આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલ ઠાકુર, તાલુકા વિકાસ અધિકારી ડૉ. અલ્પનાબેન નાયર,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. સુશાંત, સીડીપીઓ શ્રીમતી રિંકલ દેસાઈ, કાકા – બા હોસ્પિટલના મેનેજરશ્રી અંકિત ચૌહાણ, અધિકારીશ્રીઓ,તેમજ મોટી સંખ્યામાં મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.