સુરેન્દ્રનગર જીલ્લા એસ ઓ જી પોલીસે પાણસીણા હાઈવે પરથી પોષ ડોડવાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.
તા.25/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
223 કિલો 360 ગ્રામ જેની કિ.રૂ.6,70,080 તથા ટ્રક કિ.રૂ.20,00,000 તથા મોબાઇલ નંગ 2 કિ.રૂ.40,500 તથા રોકડા રૂ.70,000 એમ કુલ મળીને કિ.રૂ.27,80,580 ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર એસ.ઓ.જી ના પીઆઇ એસ.એમ.જાડેજા તથા પીએસઆઇ એમ.બી.પઢીયારના ઓને મળેલ ખાનગી બાતમી આધારે લીંબડી પાણસીણા રોડ કટારીયા ગામના પાટીયા પાસે રાજ ખોડલ હોટલ સામે આરોપી,અસ્ફાકભાઇ હુશેનભાઇ સન/ઓફ સીરાજ હુશેન ગુલામ રસુલ મન્સુરી જાતે. મુ.માન ઉ.51 રહે. સેકટર-૧૪ સી.એ. સર્કલ જ્યોતિનગર રાજસ્થાન તથા આરોપી,મોહમદ ઇમરાન સન/ઓફ ફિરોજખાન નશીરખાન મન્સુરી જાતે.મુ.માન ઉ.28 ધંધો.ક્લીનર રહે. ખાનજીપીર કોલોની ૨૭૬ મકાન નંબર રાજસ્થાન વાળા પોતાના કબ્જાની ટ્રક નંબર RJ 27 GD 4234 માં ગેરકાયદેસર રીતે પોષડોડવાનો જથ્થો વજન 223 કિલો 360 ગ્રામ કિ. 6,70,080 તથા મોબાઇલ નંગ 2 જેની કિ.રૂ.40,500 તથા ટ્રક કિ.રૂ.20,00,000 તથા રોકડા રૂ.70,000 સહિત કુલ મળીને કિ.રૂ. 27,80,580 નો મુદામાલ પકડી પાડી પાણસીણા પો.સ્ટે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ આ ગુન્હામાં આરોપીએ પોતાના ટ્રકની નંબર પ્લેટ બનાવટી લગાવેલ હોય જે પોકેટકોપ તથા ઈ ગુજકોપની મદદથી બનાવટી નંબર પ્લેટ શોધી કાઢી તે બાબતે આરોપી વિરૂધ્ધ અલાયદી ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.